પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલમાં ધોરણ 11 કોમર્સ ( વાણિજય)ના વિદ્યાર્થીઓની વાલી મીટીંગ નું આયોજન.

કેપિટલ મેસેજ, ન્યુઝ
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા, વિધાર્થી અને વાલીનો ત્રિવેણી સંગમ અનિવાર્ય: ડૉ . ઝેડ.એન. સોઢા
પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ ખાતે ખાતે ધોરણ 11 (સામાન્ય પ્રવાહ – કોમર્સ ) ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ વાલી મીટિંગનું આયોજન કરવામાં આવેલ . આ મીટિંગનો મુખ્ય વિષય “વિદ્યાર્થીઓનું પરિણામ અને સર્વાંગી વિકાસ: ચિંતા અને ચિંતન” રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આચાર્યશ્રીએ પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના ખાસ કોમર્સના વિષયોના પરિણામોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે:
કચાસ વાળા વિષયો ખાસ નામુ, સ્ટેટ અને અંગ્રેજી પર ધ્યાન: જે વિષયોમાં વિદ્યાર્થીઓ નબળા છે, તેના માટે વિશેષ માર્ગદર્શન અને વધારાના વર્ગોનું આયોજન કરવામાં આવશે.

માનસિક સ્વાસ્થ્ય: આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ માનસિક તણાવનો શિકાર ન બને તે માટે “મનોમંથન” કરી તેમનો આત્મવિશ્વાસ વધારવો જરૂરી છે.
વ્યક્તિગત કુશળતા: માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પણ વિદ્યાર્થીની આંતરિક શક્તિઓ અને સ્કીલ ડેવલપમેન્ટ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
શાળાના સુપરવાઈઝર ગામનભાઇ સુથારે વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે, બાળકના વિકાસ માટે માત્ર શાળા જ જવાબદાર નથી, પરંતુ વાલીઓએ પણ સતત જાગૃત રહેવું પડશે. તેમણે વાલીઓને અનુરોધ કર્યો હતો કે: બાળકની પ્રગતિ જાણવા માટે સમયાંતરે વર્ગશિક્ષક અને સુપરવાઈઝરના સંપર્કમાં રહેવું.
શિક્ષકો વતી ભાવેશભાઈ રાવળ અને વર્ગ શિક્ષક ભરતભાઈ પ્રજાપતિ અને સ્નેહા સ્નેહાબેન પટેલ દ્વારા વાલીઓ સાથે સીધો પ્રેરણાત્મક સંવાદ સાધ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓની શિસ્ત, નિયમિતતા અને લેખન કાર્ય સુધારવા બાબતે જરૂરી સલાહ-સૂચનો આપ્યા હતા. શિક્ષકોએ વાલીઓને પ્રેરણા આપતા કહ્યું કે, “દરેક બાળક વિશિષ્ટ છે, તેની સરખામણી બીજા સાથે કરવાને બદલે તેને પ્રોત્સાહન આપી આગળ વધારીએ.”
સમગ્ર મીટિંગનો સૂર એ રહ્યો કે જો વાલી અને શાળા સાથે મળીને કાર્ય કરશે, તો વિદ્યાર્થીનો શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસ ચોક્કસપણે ઉત્કૃષ્ટ બનશે. મીટિંગના અંતે વાલીઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનું શાળા પરિવાર દ્વારા સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
