ડભોઇ નર્મદા નિગમના અધિકારીઓની ઘોર બેદરકારી મુખ્ય કેનાલમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય, ખેડૂતો પાણી માટે તરસશે

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ હાલ નિગમના અધિકારીઓની ઉદાસીનતાનો ભોગ બની રહી છે. ચોમાસું પૂર્ણ થયાને લાંબો સમય વીત્યો હોવા છતાં કેનાલની સાફ-સફાઈ કરવામાં ન આવતા, કેનાલની અંદર અને સાઈડના ભાગે મોટા પ્રમાણમાં જાળી-ઝાંખરા અને જંગલી વનસ્પતિ ઊગી નીકળી છે. આ ગંભીર બેદરકારીને કારણે આગામી સમયમાં કેનાલના સ્ટ્રક્ચરને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છેકેનાલના અસ્તિત્વ સામે જોખમ: સ્લેબમાં પડી શકે છે તિરાડો
હાલ નર્મદા કેનાલની ભૈલા સાઈટ પર પરિસ્થિતિ અત્યંત વિકટ છે. કેનાલની આસપાસ જંગલી ઝાડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. નિષ્ણાતો અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર મૂળિયાંનું જોખમ: આ જંગલી ઝાડોના મૂળિયાં કેનાલના સિમેન્ટના સ્લેબ સુધી પહોંચી રહ્યા છે. જો વહેલી તકે આ ઝાડો દૂર કરવામાં નહીં આવે, તો મૂળિયાં સ્લેબને ફાડી નાખશે, જેનાથી કરોડોના ખર્ચે બનેલી કેનાલમાં ભંગાણ પડી શકે છે.

પાણીના વહાવમાં અવરોધ: જાળી-ઝાંખરાને કારણે પાણીનો કુદરતી પ્રવાહ અવરોધાય છે, જેના કારણે છેવાડાના ગામો સુધી પૂરતું પાણી પહોંચતું નથી ખેડૂતોમાં રોષ એસી ઓફિસો છોડી બહાર આવે અધિકારીઓ્ એક તરફ સરકાર ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી આપવાના દાવા કરે છે, તો બીજી તરફ વહીવટી તંત્રની આળસને કારણે ખેડૂતો સુધી પાણી પહોંચાડતી નહેર જ જર્જરિત થઈ રહી છે. સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કેનર્મદા નિગમના અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસીને કાગળ પર જ કામગીરી બતાવે છે. જો સમયસર સફાઈ કરવામાં આવે તો જ ખેડૂતને પૂરતું પાણી મળી શકે શૂઅધિકારીઓ કેનાલ તૂટી જવાની કે મોટું નુકસાન થવાની રાહ જોઈ રહ્યા છેતંત્ર સામે સળગતા સવાલો
ચોમાસા બાદ નિયમ મુજબ કેનાલની સફાઈ કેમ કરવામાં ન આવીશું ઉચ્ચ અધિકારીઓને આ ઉગી નીકળેલા જંગલી ઝાડો દેખાતા નથી
જો કેનાલના સ્લેબને નુકસાન થશે તો તેની જવાબદારી કોણ લેશેહવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને કામગીરી શરૂ કરે છે ડભોઇ.સમસ્યા: જાળી-ઝાંખરા અને મોટા જંગલી ઝાડનો વ્યાપ.
અસર: કેનાલના સ્લેબને નુકસાન અને છેવાડાના ખેડૂતોને પાણીની અછત.માંગ: વહેલી તકે જેસીબી દ્વારા સાફ-સફાઈ હાથ ધરવામાં આવે. એવું ખેડૂતોની માંગ ઉઠવા માગે છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
