Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં સ્વદેશી મેળાના ત્રીજા દિવસે પણ સ્ટોલ ખાલી, કર્મચારી ગેરહાજર અને પંખા ચાલુ વીજળીનો વેડફાટ
ગુજરાત

રાધનપુરમાં સ્વદેશી મેળાના ત્રીજા દિવસે પણ સ્ટોલ ખાલી, કર્મચારી ગેરહાજર અને પંખા ચાલુ વીજળીનો વેડફાટ

Rajeshkumar Jadav
Last updated: March 10, 2026 11:16 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

રાધનપુરમાં સ્વદેશી મેળાના ત્રીજા દિવસે પણ સ્ટોલ ખાલી, કર્મચારી ગેરહાજર અને પંખા ચાલુ વીજળીનો વેડફાટ 

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

પાટણ: લાખો રૂપિયાનો ખર્ચ છતાં સુવિધાઓનો અભાવ: દેખરેખ વગરનું આયોજન, ન.પાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાના આયોજનમાં ગંભીર ગેરવ્યવસ્થા સામે આવી..

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

નગરપાલિકાના કર્મચારીઓ હાજર ન હોવા છતાં પંખા ચાલુ હાલતમાં જોવા મળતા બિનજરૂરી રીતે વીજળી વેડફાઈ રહી હોવાના દૃશ્યો સામે આવ્યા..

રાધનપુરમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાના આયોજનમાં ગંભીર ગેરવ્યવસ્થા સામે આવી રહી છે. મંત્રીના હાથે ધામધૂમથી ઉદ્ઘાટન કરીને શરૂ કરાયેલો મેળો ત્રીજા જ દિવસે ઠપ્પ થતો જોવા મળી રહ્યો છે. મેળા સ્થળે મોટા ભાગના સ્ટોલ ખાલી જોવા મળતા સમગ્ર આયોજન પર સવાલો ઊભા થયા છે.

મેળામાં સ્વદેશી ઉત્પાદનો અને ખાણી-પીણી માટે અલગ અલગ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, પરંતુ ત્રીજા દિવસે સ્થળ પર પહોંચતા મોટાભાગના સ્ટોલ બંધ અથવા ખાલી જોવા મળ્યા હતા. આશ્ચર્યજનક રીતે મેળા સ્થળે કોઈ સ્ટોલ ધારકો કે નગરપાલિકાના કર્મચારીઓ હાજર ન હોવા છતાં પંખા ચાલુ હાલતમાં જોવા મળતા બિનજરૂરી રીતે વીજળી વેડફાઈ રહી હોવાના દૃશ્યો સામે આવ્યા હતા.

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

મેળા સ્થળે બીજા દિવસે સ્વચ્છતાનો પણ ભારે અભાવ જોવા મળ્યો હતો. સ્ટોલની આસપાસ કચરો ફેલાયેલો જોવા મળ્યો હતો, જ્યારે ટોયલેટ અને બાથરૂમ જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હોવાના કારણે સ્ટોલ ધારકોને મુશ્કેલી પડી રહી હતી. જે બાદ સમાચાર પ્રસિદ્ધ થતાં ટોયલેટ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવું મળ્યું છે .પરંતુ વેપારીઓ અને મુલાકાતીઓ માટે ચા-પાણી કે નાસ્તાની કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી, જેના કારણે મેળામાં આવનારા લોકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમગ્ર આયોજન દરમિયાન નગરપાલિકાના કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર હાજર ન જોવા મળતા પણ લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. યોગ્ય દેખરેખ અને વ્યવસ્થાના અભાવે મેળામાં વેપારીઓ અને મુલાકાતીઓ બંનેની સંખ્યા ઘટી ગઈ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

સામાજિક મહિલા કાર્યકર જ્યોતિબેન જોષીએ આ મામલે નગરપાલિકા પર કડક આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે લાખો રૂપિયાનો ખર્ચ કરીને સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય આયોજન, સ્વચ્છતા અને સુવિધાઓના અભાવે આખું આયોજન નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. શહેરમાં પણ સ્વચ્છતાની સ્થિતિ દયનીય છે અને આવી સ્થિતિમાં મેળા સ્થળે પણ ગંદકી અને અવ્યવસ્થા બીજા દિવસે જોવા મળી હતી ત્યારબાદ ત્રીજા દિવસે મુલાકાત કરતા સ્વદેશી મેળામાં કોઈ હાજર ન હોવા છતાં પંખા ચાલુ હતા.જ્યારે સ્ટોલ ખાલી હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી રીતે લાખો રૂપિયા ખર્ચી કાર્યક્રમો કરવામાં આવે છે, પરંતુ જ્યારે શહેરમાં કુદરતી હોનારત જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે નગરપાલિકાની તાત્કાલિક સેવાઓ, ખાસ કરીને ફાયર ફાઈટર જેવી જરૂરી વ્યવસ્થાઓ સમયસર ઉપલબ્ધ ન હોવાના પ્રશ્નો પણ ઉઠતા રહે છે. આવી સ્થિતિમાં જાહેર નાણાંના ઉપયોગ અને આયોજન અંગે જવાબદારી નક્કી થવી જરૂરી છે.

More Read

ડભોઇમાં વિકાસ’ની પોલ ખોલતું જર્જરિત સ્મશાન જીવતા સુખ ન મળ્યું, હવે મર્યા પછી પણ હાલાકી
ડભોઈમાં ઉનાળાની દસ્તક સાથે જ લીંબુના ભાવમાં કરંટ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ડભોઇ માર્ચમાં જ વૈશાખ જેવી ગરમી, બપોરના સમયે હાઇવે અને બજારોમાં લોકડાઉન જેવી સ્થિતિ
ડભોઇ તાલુકાના કરનાળી- પીપળીયા માં રેતીમાફિયા ફરી બેફામ બન્યા:

મેળો કુલ છ દિવસ માટે આયોજન કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ બીજા દિવસ બાદ ત્રીજા દિવસે પણ સ્ટોલ ખાલી રહેતા અને લોકોની ભાગીદારી ન જોવા મળતા નગરપાલિકાના આયોજન અને ખર્ચ અંગે હવે શહેરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક લોકો અને વેપારીઓએ માંગ કરી છે કે નગરપાલિકા આ મામલે સ્પષ્ટતા કરે અને આવી ગેરવ્યવસ્થા માટે જવાબદાર લોકો સામે પગલાં લે તેમજ સમગ્ર મામલે હવે રાધનપુરમાં સામાજિક કાર્યકર થી લઇને લોકો માં ચર્ચાઓ જોવા મળી રહી છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સાંતલપુર સરકારી આર્ટસ કોલેજમાં 132 વિદ્યાર્થીઓના થેલેસેમિયા પરીક્ષણ
Next Article 51 માં વર્ષે અંબાજી ભાદરવી પૂનમે જતા પગપાળા સંઘને માતાજી નો નવીન રથ અર્પણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video