ડભોઈ કાળઝાળ ગરમી વચ્ચે લાકડાના કોલા’ના કુદરતી શેરડીના રસની જબરી માંગ

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઈ ચૈત્ર માસની શરૂઆત થતા જ આભમાંથી જાણે અગનજ્વાળાઓ વરસી રહી છે ડભોઈ નગર અને આજુબાજુના વિસ્તારોમાં આકરા તાપના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. જનજીવન પર ગરમીની માઠી અસર જોવા મળી રહી છે, ત્યારે લોકો ઠંડક મેળવવા માટે કુદરતી પીણાં તરફ વળ્યા છે.
મધ્યપ્રદેશથી આવેલા શ્રમિકોની રોજીરોટી ગરમીની આ મોસમમાં ખાસ કરીને મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી શ્રમિકો ડભોઈ પંથકમાં આવી પહોંચ્યા છે. આ શ્રમિકો ડીઝલ એન્જિન સાથે શેરડીના કોલા જોડીને ગામે-ગામ ફરી રહ્યા છે અને શેરડીનો તાજો રસ વેચી પોતાની રોજીરોટી મેળવી રહ્યા છેલોખંડના ચક્રો કરતા ‘લાકડાના કોલા’નું આકર્ષણ બજારમાં લોખંડના મશીનો વાળા અનેક કોલા ઉપલબ્ધ છે, પરંતુ નગરજનોમાં લાકડાના બનાવેલા પરંપરાગત કોલાનો રસ પીવાનો વિશેષ આગ્રહ જોવા મળી રહ્યો છેકુદરતી સ્વાદ: લાકડાની બનાવટના કોલામાં પીલાયેલી શેરડીનો રસ વધુ શુદ્ધ અને સ્વાદિષ્ટ હોવાનું મનાય છે.પરંપરાગત પદ્ધતિ: કેટલાક સ્થળોએ હાથથી ફેરવવા પડતા લાકડાના કોલા પણ જોવા મળે છે, જે અત્યંત મહેનત માંગી લે છે છતાં લોકો તેની ગુણવત્તાને કારણે તેને વધુ પસંદ કરે છે કૃત્રિમ ઠંડા પીણાં સામે કુદરતી રસની લિજ્જત બજારમાં મળતા વિવિધ સોફ્ટ ડ્રિંક્સ કે આર્ટિફિશિયલ ઠંડા પીણાં કરતા શેરડીનો રસ સ્વાસ્થ્યપ્રદ હોવાથી તેની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. ગરમીથી રાહત મેળવવા માટે નગરજનો ઠંડા પાણી અને શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે.

“ભલે ગરમી આકરી હોય, પણ આ શ્રમિકો માટે આ મોસમ પરિવારના ભરણપોષણનો આધાર બની છે. કૃત્રિમ પીણાં કરતા કુદરતી શેરડીના રસની લિજ્જત કંઈક ઓર જ હોય છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
