પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે શિયોજ.વિહત.મેલડી માતાજી નો માંડવા ઉત્સવ યોજાયો.
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણના ચંદ્રુમાણા ગામે ચૈત્રી નવરાત્રી દરમિયાન વિહત માતાની રમેલ સામાભાઇ ભગાભાઈ ખટાણા ની મનોકામના પૂર્ણ થતાં ..માનતા પૂરી કરવા માટે શિયોજ વિહત મેલડી માતાની રમેલ નું વડવાઓએ ઘણા સમય પહેલા માતાજીની સ્થાપના કરેલ તે મઢ ની જગ્યાએ ભોજન સાથે રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.ચંદ્રુમાણા ગામના ખટાણા પરિવારના બહારગામ વસવાટ ધરાવતા સમગ્ર પરિવારજનો માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં પધાર્યા જેમાં વિહત માતાના ભુવાજી મફાભાઈ વેલાભાઈ દેસાઇતથા ભુવાજી રાજુભાઈ દેસાઈ . વીરા વસાની સિકોતર માતા ના ભુવાજીઓ હાર્દિકભાઈ અને જયરામભાઈ ભુવાજી.ઈદ્રાણા થી ગફુરભાઈ ભુવાજી.સેલાવી થી બાબુભાઈ ભુવાજી વિગેરે નામી અનામી ભુવાજીઓ આશીર્વાદ આપવા પધાર્યા હતા.જેઓને યજમાન પરિવાર દ્વારા રોકડ ભેટ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને ચંદ્રુમાણા નો સમગ્ર રબારી સમાજ તેમજ ગ્રામજનો ની બહોળી સંખ્યાની ઉપસ્થિતિમાં માતાજીની સ્તુતિ અને ગુણાનુંવાદ ગાવામાં આવ્યા હતા .તેમજ માતાજી ના ભુવાજીઓએ સમગ્ર ભક્તજનો ને ખૂબ જ ખમા અને કહોળના આશીર્વાદ આપ્યા તેમજ વ્યસનો અને દુષણોથી દૂર રહેજો. શિક્ષણનો વ્યાપ વધારજો એવી ટકોર પણ કરવામાં આવી હતી.
