ભાઈ ભાઈ વચ્ચેના સંબંધોને શર્મસાર કરતી ઘટના..

ડભોઇ તાલુકાના સાઠોદ ગામનો બનાવ..નાના ભાઈએ મોટાભાઈ ની ગળુ દબાવી હત્યા કરી લાશ તળાવમાં ફેંકી..
પોલીસે ભેદ ઉકેલીએ આરોપી મોટાભાઈની કરી ધરપકડ
કેપિટલ મેસેજ
Capital message
ડભોઇ તાલુકાના સાઠોદ ગામના તળાવમાંથી 23 સપ્ટેમ્બરે બિનવારસી હાલતમાં મળેલો મૃતદેહ આખરે હત્યા થઈ હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ડભોઇ તાલુકાના સાઠોદ ગામના તળાવમાં હાથ અને પગ માં દોરી બાંધેલો મૃતદેહ
દેખાઈ આવ્યો હતો જેને લઈને ગ્રામજનો દ્વારા તાત્કાલિક અસરથી ડભોઇ પોલીસને જાણ કરવામાં આવી હતી જેને લઇને પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી પોલીસે પ્રથમ તબક્કામાં મૃતદેહ નો કબજો મેળવી તેની ઓળખ અને મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પીએમ રિપોર્ટમાં ગળાના ભાગે ટુપો દઈ હત્યા થયા હોવાનું સામે આવતા જ પોલીસે અલગ અલગ આઠ ટીમ બનાવવામાં આવી હતી જેમાં એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસ તપાસમાં જોડાઈ હતી જ્યાં સીસીટીવી તેમજ અંગત સોર્સ લગાવવામાં આવ્યા હતા ત્યાં પોલીસને ખબર પડી હતી કે મરણ જનાર ગુરુ શરણ ઉર્ફે ભીમો તડવી નામના શખ્સની ઓળખ કરવામાં આવી હતી જેને લઈને પોલીસ દ્વારા તેના પરિવાર અને મિત્રોને બોલાવી અલગ અલગ રીતે પૂછપરછ હાથ ધરી હતી જ્યાં ડભોઇ પોલીસની તપાસમાં વિગત બહાર આવી હતી કે અવાર નવાર આ ઘરમાં કંકાસ થતો હતો જેને લઇને મરણ જનાર ગુરુ શરણ ના ભાઈ ભાભીની ધનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી

ડભોઇ પોલીસે મરણ જનારના મોટાભાઈ મહેશ તડવીને કડકાઈથી પૂછપરછ કરતાં આખરે જેને કબુલાત કરી હતી કે મૃતક ગુરુશરણના લગ્ન થયા ન હતા જેના કારણે અમારા જ ઘરમાં રહી ગુજરાન ચલાવતો હતો અને તેઓ અનેક વખત જમવાના બાબતે પોતાના ભાઈ ભાભી સાથે ઝઘડો કરતો હતો અને તારીખ 23 સપ્ટેમ્બર ના રોજ પણ આવી જ ઘટના બની હતી. જમવા બાબતે ગુરુશરણ ઉર્ફે ભીમા તડવીએ ઘરમાં ઝઘડો કર્યો તો અને આ ઝઘડાની અદાવતે ગળું દબાવીને ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી હતી ત્યારબાદ આજુબાજુ વાળાને ખબર ન પડે તે માટે રાતના અંધારા સુધી રાહ જોઈ હતી અને ઘરથી 100 મીટર દૂર આવેલા તળાવમાં આ મૃતદેહ નાખી દેવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો સાથે જ પાણીની અંદર જ મૃતદેહ રહે તે માટે આરોપી મહેશ તડવી દ્વારા હાથ અને પગના ભાગમાં દોરી બાંધવામાં આવી હતી અને આ મૃતદેહનો તળાવમાં ફેંકી દઈ હિસાબ કર્યો હતો
હાલ પોલીસે સાઠોદ ગામના નવીનગરીમાં રહેતા મહેશ તડવી ની ધરપકડ કરવામાં આવી છે તેમ જ હત્યાના ગુના હેઠળ તેને જેલમાં નાખવામાં આવ્યો છે વધુમાં પોલીસ દ્વારા કોર્ટના રિમાન્ડ મેળવી ઘટના સ્થળ પર રિ કન્સ્ટ્રક્શન કરવામાં આવશે 100 મીટર આ મૃતદેહ ને લઈ જવામાં કોઈ કે મદદ કરી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
