ડભોઈ ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિવસ ની ભવ્ય ઉજવણી વડાપ્રધાન ના હસ્તે ખેડૂતોના ખાતામાં સીધા નાણાં જમા કરાયા

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઈ સતર ગામ પટેલ સમાજ વાડી ખાતે આજરોજ પી.એમ કિસાન ઉત્સવ દિવસ’ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં હાજર રહેલા નગરજનો તથા ખેડૂતોએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશના અન્નદાતા ખેડૂતોના હિતાર્થે આપવામાં આવેલા પ્રેરણાદાયી સંબોધનનું જીવંત શ્રવણ કર્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે ‘પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના’ના હપ્તાની રકમ સીધી જ દેશના લાખો ખેડૂતોના બેંક ખાતામાં જમા (DBT) કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સૌ કોઈએ હર્ષભેર વધાવી લીધી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહાનુભાવો:
આ ગરિમાપૂર્ણ અવસરે વડોદરા જિલ્લાના સંગઠન અને વહીવટી તંત્રના ઉચ્ચ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા:
ડો. બી. જે. બ્રહ્મભટ્ટ વડોદરા જિલ્લા પ્રમુખ જ્યોત્સનાબેન રબારી જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા તથા તાલુકા પંચાયતના અન્ય સદસ્યઓ વહીવટી અને કૃષિ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિ
ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવા માટે કૃષિ અને વહીવટી તંત્રની આખી ટીમ હાજર રહી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO)
જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ નાયબ ખેતી નિયામક વિસ્તરણઆત્મા (ATMA) પ્રોજેક્ટ ડાયરેક્ટર તાલુકા વિકાસ અધિકારી (TDO) મદદનીશ ખેતી નિયામક (ડભોઈ)
બાગાયત અધિકારી તથા ડભોઈ ખેતીવાડી વિસ્તરણ અધિકારીતમામ ગ્રામસેવકઓ અને ‘આત્મા’ તેમજ પ્રાકૃતિક કૃષિ બોર્ડની ટીમ ખેડૂત કલ્યાણનો સંકલ્પ: આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી વેગવંતી બને અને સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના ખેડૂત સુધી પહોંચે તેવા સંકલ્પ સાથે મોટી સંખ્યામાં નગરજનો અને પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઇ
