મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો

મીડિયાના અહેવાલોની ધારદાર અસર ડભોઇનો ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ આખરે ઝળહળ્યો, 280 નવી લાઈટો શરૂ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
વારંવાર અહેવાલો પ્રસારિત થતાં ઊંઘતું તંત્ર જાગ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા યાત્રિકો અને સ્થાનિક વાહનચાલકોને અંધારપટમાંથી મળી મુક્તિ ડભોઇ તંત્રની ઘોર બેદરકારી અને મીડિયાની જાગૃતતાનો એક મોટો કિસ્સો ડભોઇ શહેરમાંથી સામે આવ્યો છે. ડભોઇના મહત્વના ગણાતા સરીતા ઓવરબ્રિજ પર લાંબા સમયથી છવાયેલા અંધારપટ અંગે મીડિયા દ્વારા વારંવાર અહેવાલો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ ધારદાર અહેવાલોની સીધી અસર થતાં આખરે તંત્ર જાગૃત થયું છે અને ઓવરબ્રિજ પર લગાવવામાં આવેલી તમામ 280 નવી લાઈટોને ગઈકાલે રાત્રે ચાલુ કરી દેવામાં આવી છે. લાઈટો શરૂ થતાં જ સ્થાનિક નગરજનો અને વાહનચાલકોએ મીડિયાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
₹42 કરોડનો પ્રોજેક્ટ અને સમયમર્યાદાનો ભંગ રેલવે ડી.એમ. 30/8-8 માર્ગ પર આવેલ આ સરીતા ઓવરબ્રિજના નિર્માણ માટે અંદાજે રૂપિયા 42 કરોડથી વધુનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને આ કામ પૂર્ણ કરવા માટે 15 મહિનાની સમય મર્યાદા આપવામાં આવી હતી અને સત્તાવાર દસ્તાવેજો અનુસાર આ બ્રિજનું કામ વર્ષ 2022 સુધીમાં પૂર્ણ થવાનું હતું. જો કે કામ પૂર્ણ થયા બાદ પણ નવી લાઈટો નાયખા પછી ચાર મહિના લાંબા સમય સુધી લાઈટો બંધ રહેતા કરોડો રૂપિયાનો આ પ્રોજેક્ટ અંધારામાં ગરકાવ હતો.પ્રવાસીઓ અને સ્થાનિકો માટે મોટો રાહતનો નિર્ણય આ ઓવરબ્રિજ ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા) જતો મુખ્ય માર્ગ છે.

આ સિવાય રાજપીપળા કરનાળી અને ચાણોદ (ધાર્મિક સ્થળો) વઢવાણા (પક્ષી અભયારણ્ય) પોઇચા (કુબેર ભંડારી અને સ્વામિનારાયણ મંદિર)તરફ જતા હજારો વાહનચાલકો અને પ્રવાસીઓને દરરોજ રાત્રિના સમયે ભારે અંધકાર વચ્ચે જીવના જોખમે પસાર થવું પડતું હતું અંધારાના કારણે આ હાઈવે પર અકસ્માતનો ભય સતત તોળાતો હતો.
લોકોએ માન્યો મીડિયાનો આભાર..
ગઈકાલે રાત્રે જ્યારે બ્રિજની તમામ 280 લાઈટો એકસાથે ઝળહળી ઉઠી ત્યારે સમગ્ર વિસ્તાર પ્રકાશિત થઈ ગયો હતો. સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો મીડિયાએ જનતાનો અવાજ ઉઠાવીને વારંવાર અહેવાલો ને બતાવ્યા હોત, તો તંત્ર હજુ પણ ઊંઘતું રહ્યું હોત. હવે અંધારામાંથી મુક્તિ મળતા અકસ્માતો અટકશે અને રાત્રિની મુસાફરી સુરક્ષિત બનશે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઇ
