Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પ્રમુખ પદે પશીબેન હેરમા અને ઉપપ્રમુખ પદે રૈયાબેન ચૌધરીની સર્વાનુમતે વરણી
ગુજરાત

પ્રમુખ પદે પશીબેન હેરમા અને ઉપપ્રમુખ પદે રૈયાબેન ચૌધરીની સર્વાનુમતે વરણી

Rajeshkumar Jadav
Last updated: May 24, 2026 5:46 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

સમી તાલુકા પંચાયતને મળ્યું નવું નેતૃત્વ: પ્રમુખ પદે પશીબેન હેરમા અને ઉપપ્રમુખ પદે રૈયાબેન ચૌધરીની સર્વાનુમતે વરણી

વિકાસના નવા અધ્યાય સાથે સમીના છેવાડા ગામડાઓ સુધી સુવિધાઓ પહોંચાડવાનો સંકલ્પ

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ
વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

Capital message 

પાટણ જિલ્લાના સમી તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી ઉત્સાહભર્યા અને લોકશાહી માહોલ વચ્ચે સફળતાપૂર્વક યોજાઈ હતી. તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે પશીબેન અનિલકુમાર હેરમા તથા ઉપપ્રમુખ તરીકે રૈયાબેન માનસિંહભાઈ ચૌધરીની સર્વાનુમતે વરણી થતા કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

આ સાથે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે પ્રતાપજી વરજંગજી, પક્ષના નેતા તરીકે મહેશભાઈ રાણાભાઈ ભીલ તેમજ દંડક તરીકે હરેશજી ધીરાજી ઠાકોરની પણ સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થતા તાલુકા રાજકારણમાં નવા નેતૃત્વને લઈ સકારાત્મક સંદેશો પ્રસરી ગયો હતો.

More Read

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના
શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.
યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો

નવી વરણી જાહેર થતા જ તાલુકા પંચાયત કચેરી પરિસરમાં કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ફૂલહારોથી સ્વાગત, પેંડા ખવડાવીને અભિનંદન અને આતશબાજી સાથે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. “સમી તાલુકા પંચાયત જિંદાબાદ” અને “નવા સુકાનીઓને અભિનંદન” જેવા નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

પદભાર સંભાળ્યા બાદ પ્રમુખ પશીબેન હેરમાએ જણાવ્યું હતું કે, સમી તાલુકાના અંતરિયાળ અને છેવાડાના ગામડાઓ સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવો તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પીવાના પાણી, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરાશે.

ઉપપ્રમુખ રૈયાબેન ચૌધરીએ પણ તાલુકાના સર્વાંગી વિકાસ માટે ટીમ ભાવનાથી કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપી પારદર્શક અને લોકકેન્દ્રિત વહીવટ સુનિશ્ચિત કરવામાં આવશે.

આ પ્રસંગે તાલુકાના અગ્રણીઓ, તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ સમાજના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. તાલુકાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ આ નવી ટીમને લઈ આશાવાદી માહોલ જોવા મળ્યો હતો.સમી તાલુકા પંચાયતને મળેલા નવા નેતૃત્વ સાથે હવે તાલુકાના વિકાસ કાર્યોને નવી દિશા અને ગતિ મળશે તેવી લોકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

More Read

પાટણના શેરી ફેરિયાઓ માટે આશાનું કિરણ બની પી.એમ. સ્વનિધિ યોજના
પાટણમાં ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનુ ઝડપાયું..
સાંતલપુરના ગાંજીશરમાં સ્વચ્છતાની નવી પહેલ
વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પ અભિયાન-પાટણ
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ખેડૂતોને ધર્મ ધક્કા ખાવાનો વારો આવ્યો!
Next Article 26/05/2026 Capital Message Newspaper
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન-પાટણ

ગુજરાત

પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો

ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

ગુજરાત

માનવતાની અનોખી મિસાલ – 112 જન રક્ષક ટીમની પ્રશંસનીય કામગીરી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video