Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » મેંગો રિસોર્ટ બન્યું ઉનાળામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર
ગુજરાત

મેંગો રિસોર્ટ બન્યું ઉનાળામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર

Rajeshkumar Jadav
Last updated: May 20, 2026 10:45 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

રાધનપુરના કલ્યાણપુરા ખાતે આવેલ મેંગો રિસોર્ટ બન્યું ઉનાળામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર

500થી વધુ આંબાના વૃક્ષોની હરિયાળી વચ્ચે વોટરપાર્ક, રંગબેરંગી વોટર રાઈડ્સ, ડીજે મ્યુઝિક અને કુદરતી ઠંડકનો અનોખો આનંદ

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

રાધનપુરમાં પાંજરાપોળથી મીરા દરવાજા સુધીની વીજ લાઇન બની જોખમી
રાધનપુર વિસ્તારમાં Flip Cart હોમ ડિલિવરીના નામે ગ્રાહકો સાથે અન્યાય
સાંતલપુરના વાઘપુરા પ્રા.શાળા માં વરસાદી પાણીનો કહેર
સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

Capital message 

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે આવેલ મેંગો રિસોર્ટ હાલ કાળઝાળ ગરમી વચ્ચે લોકો માટે રાહત અને મોજમજાનું સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે. ઉનાળાની રજાઓમાં પરિવાર સાથે કુદરતી વાતાવરણ વચ્ચે આનંદ માણવા માટે રોજબરોજ મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે. રાણાભાઈ આહીર અને ભોલાભાઈ પંચાલ દ્વારા આ રિસોર્ટનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.

500થી વધુ આંબાના હરિયાળા વૃક્ષોની વચ્ચે વિકસાવવામાં આવેલ આ રિસોર્ટમાં પ્રવેશતા જ કુદરતી ઠંડક અને શાંતિનો અહેસાસ થાય છે. વિશાળ વોટરપાર્કમાં બાળકો તેમજ યુવાનો માટે અલગ અલગ પ્રકારની પાણીની રમતો, આકર્ષક વોટર રાઈડ્સ અને મલ્ટીકલર સ્લાઈડ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં રંગબેરંગી ઊંચી વોટર સ્લાઈડ્સ પર બાળકો અને યુવાનો ઉત્સાહભેર મોજ માણતા જોવા મળી રહ્યા છે.

More Read

રાધનપુરના સેવાભાવી યુવાને 49મી વખત કર્યું રક્તદાન, માનવસેવાનું અનોખું ઉદાહરણ
પાટણ જિલ્લા પોલીસની જનઅપીલ: વરસાદી મોસમમાં સાવચેતી રાખી સુરક્ષિત રહો
ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!
ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી

રિસોર્ટમાં બનાવવામાં આવેલ ખાસ રેઈન ડાન્સ ઝોનમાં ડીજેના ધમાકેદાર સંગીત સાથે યુવાનો અને બાળકો પાણીના ફુવારા વચ્ચે ઝૂમી ઉઠ્યા હતા. પાણીની છાંટા અને સંગીતના માહોલે સમગ્ર વાતાવરણને ઉત્સાહભર્યું બનાવી દીધું હતું. સાથે જ વિશાળ સ્વિમિંગ પૂલમાં પરિવાર સાથે લોકો ઠંડા પાણીમાં ગરમીથી રાહત મેળવી આનંદ માણી રહ્યા છે.

રિસોર્ટમાં આવનાર મહેમાનો માટે જમવાની તેમજ રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. માત્ર 500 રૂપિયાની ટિકિટમાં સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વોટરપાર્કની તમામ મોજમજા સાથે સ્વાદિષ્ટ જમવાનું આપવામાં આવે છે. જ્યારે બાળકો માટે 400 રૂપિયાનો વિશેષ ટિકિટ દર રાખવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય પરિવારો પણ સરળતાથી આ સ્થળનો આનંદ માણી રહ્યા છે.

ખાસ કરીને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિસોર્ટમાં સેફટી ગાર્ડની ટીમ સતત તૈનાત રાખવામાં આવી છે. પાણીના વિસ્તારોમાં સતત દેખરેખ રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી લેવામાં આવી રહી છે, જેના કારણે માતા-પિતાઓ પણ નિરાંતે પોતાના બાળકોને રમવા મૂકી આનંદ અનુભવી રહ્યા છે.

ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે મેંગો રિસોર્ટ માત્ર મોજમજાનું સ્થળ નહીં પરંતુ કુદરતની વચ્ચે ઠંડક, શાંતિ અને પરિવાર સાથે યાદગાર પળો પસાર કરવાનો અનોખો અનુભવ બની રહ્યું છે. હાલ સમગ્ર વિસ્તારમાં આ રિસોર્ટ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચીને પોતાની ઉનાળાની રજાઓને યાદગાર બનાવી રહ્યા છે.

More Read

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીમાં વ્યાકરણ કાર્યશાળા
વ્યસનમુક્તિ સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશ
પાટણમાં પત્રકારો સાથે પોલીસ ની દાદાગીરી,કલેક્ટરને આવેદન
ચોમાસામાં નર્મદા કોરીકટ: ચાંદોદના ઘાટ સૂકા!

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ જિલ્લામાં પેટ્રોલ- ડીઝલની કાળાબજારી અને સંગ્રહખોરી સામે તંત્ર સજ્જ
Next Article ભૂંડનો આતંક 6 વર્ષના માસૂમ બાળકને મોંમાં દબાવી ઢસેડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

28/07/2026 Capital Message Newspaper

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઇમાં વરસાદી કાસના કામમાં લાખોના આંધણની આશંકા!

ગુજરાત

વૃક્ષારોપણના બદલે વૃક્ષવિનાશ: સરપંચ સામે સવાલ

ગુજરાત ધર્મ ભક્તિ

રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર

ગુજરાત

સિદ્ધપુરની ધારીવાલા ફૂડ્સ પર તંત્રના દરોડા.

ગુજરાત

પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video