Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રક્તદાન એ જ મહાદાન : આદર્શ વિદ્યાસંકુલમાં 200થી વધુ યુવાનોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ
ગુજરાત

રક્તદાન એ જ મહાદાન : આદર્શ વિદ્યાસંકુલમાં 200થી વધુ યુવાનોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ

Rajeshkumar Jadav
Last updated: September 16, 2026 10:18 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રક્તદાન એ જ મહાદાન : આદર્શ વિદ્યાસંકુલમાં 200થી વધુ યુવાનોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ, સ્વ. મુકેશભાઈ ચૌધરીને રક્તદાનથી વીરાંજલિ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital Message 

પાટણ ખાતે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાસંકુલમાં માનવસેવાના ઉત્તમ સંદેશ સાથે વીરાંજલિ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. સમાજસેવક સ્વ. મુકેશભાઈ ચૌધરી (દદુ)ની સ્મૃતિમાં યોજાયેલા આ કેમ્પમાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

More Read

ડભોઇ તાલુકાના પીસાઈ ગામે દાતા પરિવારના સહયોગથી દુર્ગાબા પ્રવેશદ્વાર અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું ભવ્ય લોકાર્પણ
ડભોઇમાં પ્રદૂષણ સામે સ્થાનિકોનો આક્રોશ
શિક્ષણ ક્ષેત્રે વણકર સમાજની પ્રેરણાદાયી પહેલ
ચાલો વિધાર્થીઓને ફરી શાળામાં વધાવીએ અને તેમની કળાઓને કંડારીએ.

આ રક્તદાન કેમ્પનું આયોજન શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદર્શ કોલેજના NSS સ્વયંસેવકોના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન યુવાનોમાં સેવાભાવ અને સમાજ પ્રત્યેની જવાબદારી સ્પષ્ટપણે ઝળકતી જોવા મળી હતી.

સંસ્થાના પ્રમુખ હરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્વ. મુકેશભાઈ ચૌધરીએ જીવનભર સમાજસેવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું, અને તેમની સ્મૃતિને ચિરંજીવી બનાવવા માટે રક્તદાન જેવા મહાદાનથી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ કેમ્પમાં 200થી વધુ દાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવતાની સેવા માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખાસ કરીને યુવાવર્ગ અને મહિલાઓની સક્રિય હાજરીએ કાર્યક્રમને વધુ જીવંત બનાવ્યો હતો.

More Read

સરસ્વતી તાલુકા બક્ષીપંચ મોરચાની કારોબારી જાહેર: 12 સભ્યોની નિમણૂક કરાઈ
રાધનપુરમાં આરોગ્ય વિભાગના કર્મચારીનો વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
ડભોઇમાં ₹300 કરોડના ખર્ચે 11 ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ
પાટણના દેશી લાલચટક અને મીઠા ગાજરની ખેતી પર સંકટ

કાર્યક્રમ દરમિયાન ભોજન વ્યવસ્થામાં સચીનભાઈ અને દિલીપભાઈએ સહયોગ આપી સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. NSS સ્વયંસેવકોએ રક્તદાન પ્રક્રિયા, વ્યવસ્થા અને દાતાઓને માર્ગદર્શન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ પ્રસંગે લક્ષ્મણભાઈ ચૌધરી, કુબેરભાઈ ચૌધરી, શંકરભાઈ ચૌધરી, મહેશભાઈ ચૌધરી, નવીનભાઈ ચૌધરી, ભરતભાઈ ચૌધરી, ભગીરથ કાગ સહિતના અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું.

સમગ્ર કાર્યક્રમમાં “રક્તદાન એ જ મહાદાન”નો સંદેશ જીવંત બની ઊઠ્યો હતો, અને સમાજમાં સેવાભાવના સકારાત્મક સંસ્કાર પ્રસરાવવાનો એક સશક્ત પ્રયત્ન સાબિત થયો હતો.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુર બસ ડેપો ખાતે મુસાફરો માટે ઠંડી છાસ વિતરણ
Next Article સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ અટવાય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

પાટણ જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે પોલીસનું મેગા ઓપરેશન: મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 5 શખ્સો ઝડપાયા

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

કરોડોના ખર્ચે બનેલું સરિતા ફાટક સ્ટેશન ધૂળ ખાઈ રહ્યું છે!

ગુજરાત

ડભોઇમાં રેલવેની બેદરકારી! ફાટકના અધૂરા સમારકામથી વાહનચાલકો પરેશાન

ગુજરાત

કમાલપુરની દીકરી GPSCમાં ચમકી, નજુપુરામાં ભણી ક્લાસ-2 અધિકારી બની!

ગુજરાત

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનો: MLA,PA સુરેશ ઠાકોરનો આક્ષેપ

ગુજરાત

₹ 7 હજાર પરત આપો તો જ પગાર: GEBના 140 સિક્યુરિટી ગાર્ડ્સનો આક્ષેપ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • અકસ્માત
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video