ડભોઇ ખાતેના સ્વદેશી મેળામાં “સંગીત સંધ્યા” નું આયોજન કરવામાં આવ્યું.

કેપિટલ મેસેજ, ન્યુઝ
સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ડભોઇ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન 15 માર્ચ સુધી કરવામાં આવેલ છે. જે મેળામા રોજબરોજ અવનવા સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
જેમાં આજે સેવાભાવિ સંસ્થા “બર્ક ફાઉન્ડેશન” સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ (સંગીત સંધ્યા)નું આયોજન કરવામાં આવેલ છે. સાથે આ સંસ્થા દ્વારા મહિલા અને ચોરીઓના આરોગ્યની ચિંતા કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત કિશોરીઓને તથા મહિલાઓને વોશૅબલ સેનેટરી પેડનું પણ મફત વિતરણ કરવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમમા નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, સભ્યશ્રી હર્ષાબેન ચૌહાણ, મેનેજર મહેશભાઈ પરમાર, પ્રવીણભાઈ બારીયા, ભાવેશભાઈ રાણા તથા સુધીરભાઈ વણકર તેમજ નગરપાલિકાના કર્મચારીઓ તેમજ નગરજનો હાજર રહ્યા હતા.

સ્વદેશી મેળામાં ડભોઇ તાલુકા તથા નગરના લોકો દ્વારા મોટી સંખ્યામાં મેળાની મુલાકાત કરી સ્થાનિક ઉત્પાદક દ્વારા ઉત્પાદિત થયેલ ચીજ વસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે. સાથેસાથે મેળામા બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બાળકો માટેમો પ્લે ઝોન હોઈ રોજરોજ આ પ્લે ઝોન મા બાળકો અનેરો આનંદ લઇ રહ્યા છે. ત્યારે હજી પણ એ લોકો સ્વદેશી મેળાની મુલાકાતે ન આવ્યા હોઈ, તેઓને આ મેળાની એકવાર જરૂર મુલાકાત લેવા ડભોઇ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવે છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
