પી.પી.જી.એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ,પાટણ ખાતે ધોરણ 10/12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

તા.12 ફેબ્રુઆરી ના રોજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત પી. પી. જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ ખાતે આગામી બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને ધોરણ 10 અને 12 ના કુલ 480 વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય શુભેચ્છા તેમજ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સી.ડી.ઓ. (C.D.O.) ડૉ. જય ધ્રુવ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાના ભયથી મુક્ત રહી, આત્મવિશ્વાસ સાથે પેપર લખવા અને શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ગૌરવવંતી ઉપસ્થિતિ અને સન્માન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સી.આર.સી. તુષારભાઈ ઓઝા તથા ડૉ. ધનરાજભાઈ ઠક્કર (આચાર્ય,શેઠ એમ.એન. હાઇસ્કુલ પાટણ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર દરેક વર્ગના પ્રથમ ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે સંસ્થા દ્વારા: દરેક વિદ્યાર્થી ને જરૂરી શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.
માનસિક મક્કમતા અને પ્રેરણા માટે ‘નચિકેતા’ અને ‘ભય બિન પરીક્ષા’ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ જે પૈકી શાળાના આચાર્ય ડૉ. ઝુઝારસંગ દ્વારા આમંત્રિત મહેમાનો નો પરિચય અને વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તુષારભાઈ ઓઝા એ પોતાના વક્તવ્યમાં વિશ્વાસ એકાગ્રતા કેળવી સારું પરિણામ પ્રાપ્ત કરવાની સોનેરી સલાહ આપી હતી, ધનરાજભાઈ ઠક્કરે પણ સાચી લગ્ન અને મહેનતથી ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકાય છે તે માટે વિવિધ દ્રષ્ટાંતો આપી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી , શાળા પરિવાર વતી વિપુલભાઈ ચૌધરી તથા ભરતભાઈ રાજન દ્વારા બાળકો સમકક્ષ પરીક્ષાલક્ષી સુંદર વાતો મૂકવામાં આવી ,ઉપરાંત આ સાથે જ શાળાના સુપરવાઈઝરનાઓ હર્ષદભાઈ ડામોર તથા ગમનભાઈ સુથારે વિદ્યાર્થીઓને પેપર લખવાની પદ્ધતિ અને સમયના આયોજન અંગે ઝીણવટભરી સમજ આપી હતી.

સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ. દાનેશભાઈ તથા રાકેશભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે સંસ્થા દ્વારા સુંદર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રત્યેનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ બમણો થયો હતો. શાળાના તમામ સ્ટાફ પરિવારે સહિયારો સહકાર આપી કાર્યક્રમને ખુબ ભવ્ય સફળ બનાવ્યો હતો.
