Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશેષ: ઐતિહાસિક ધરતીથી “વિજ્ઞાન નગરી” તરફનો પાટણનો ગૌરવમય પ્રવાસ
ગુજરાત

૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશેષ: ઐતિહાસિક ધરતીથી “વિજ્ઞાન નગરી” તરફનો પાટણનો ગૌરવમય પ્રવાસ

Rajeshkumar Jadav
Last updated: February 28, 2026 9:54 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશેષ: ઐતિહાસિક ધરતીથી “વિજ્ઞાન નગરી” તરફનો પાટણનો ગૌરવમય પ્રવાસ

રીજીયોનલ સાયન્સ સેન્ટર: જિજ્ઞાસા, નવીનતા અને પ્રેરણાનું આધુનિક કેન્દ્ર

વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે પાટણનો ગૌરવમય સંકલ્પ: “અહીં ઇતિહાસ પણ છે, ભવિષ્ય પણ”

 

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

૨૮ ફેબ્રુઆરીનો દિવસ માત્ર વૈજ્ઞાનિક શોધખોળને યાદ કરવાનો દિવસ નથી, પરંતુ જિજ્ઞાસા, શોધ અને નવીનતાની ભાવનાને પ્રગટ કરવાનો દિવસ છે. ઐતિહાસિક વારસાથી ઓળખાતું પાટણ આજે “વિજ્ઞાન નગરી” તરીકે નવી ઓળખ ઊભી કરી રહ્યું છે અને આ પરિવર્તનનું પ્રતિક છે રીજીયોનલ સાયન્સ સેન્ટર, ચોરમરપુરા પાટણ.

૧ મે ૨૦૨૨ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ), DST સચિવ વિજય નેહરા, પાટણના તત્કાલીન કલેક્ટર સુપ્રીત સિંહ ગુલાટી તથા અનેક મહાનુભાવો ની ઉપસ્થિતિમાં આ અદ્યતન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ થયું હતું.

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

10 એકરમાં ફેલાયેલ જ્ઞાનનું આધુનિક મંદિર

સરસ્વતી તાલુકાના ચોરમાર પૂરા ખાતે સ્થિત ૧૦ એકર વિસ્તારમાં ફેલાયેલું આ સાયન્સ સેન્ટર માત્ર એક ઇમારત નથી, પરંતુ જીવનપર્યંત શીખવાની પ્રેરણા આપતું જ્ઞાનધામ છે. દિવ્યાંગો અને વૃદ્ધો માટે અનુકૂળ ડિઝાઇન ધરાવતું આ કેન્દ્ર ‘ઇન્ક્લુઝિવ સાયન્સ’નું ઉત્તમ ઉદાહરણ છે.

ઉદ્ઘાટનથી અત્યાર સુધીમાં 14 દેશો, 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 14 લાખથી વધુ મુલાકાતીઓ અહીં આવી ચૂક્યા છે. આ આંકડો પાટણને વિજ્ઞાનપ્રેમીઓનું આકર્ષણ કેન્દ્ર બનાવી રહ્યો છે.

થીમેટિક ગેલેરીઓ – જિજ્ઞાસાનો જીવંત અનુભવ

ડાયનોસોર ગેલેરી

More Read

ડભોઇમાં વિકાસ’ની પોલ ખોલતું જર્જરિત સ્મશાન જીવતા સુખ ન મળ્યું, હવે મર્યા પછી પણ હાલાકી
ડભોઈમાં ઉનાળાની દસ્તક સાથે જ લીંબુના ભાવમાં કરંટ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ડભોઇ માર્ચમાં જ વૈશાખ જેવી ગરમી, બપોરના સમયે હાઇવે અને બજારોમાં લોકડાઉન જેવી સ્થિતિ
ડભોઇ તાલુકાના કરનાળી- પીપળીયા માં રેતીમાફિયા ફરી બેફામ બન્યા:

અનિમેટ્રોનિક્સ ડાયનોસોર્સ અને જીવંત કદના પ્રદર્શન મુલાકાતીઓને કરોડો વર્ષ પહેલાના યુગમાં લઈ જાય છે. અહીં ડાયનોસોર્સના ઉદ્દવિકાસ અને લુપ્ત થવાના કારણો અંગે વૈજ્ઞાનિક સમજૂતી આપવામાં આવે છે.

હ્યુમન સાયન્સ ગેલેરી

માનવ ઉદ્દવિકાસથી લઈને અંગપ્રણાલીઓ અને જેનેટિક્સ સુધી માનવ શરીરના રહસ્યોને સરળ અને ઇન્ટરએક્ટિવ રીતે સમજાવવામાં આવે છે.

નોબેલ પ્રાઈઝ ગેલેરી

રસાયણશાસ્ત્ર ક્ષેત્રના નોબેલ વિજેતાઓને સમર્પિત આ ગેલેરી ભવિષ્યના વૈજ્ઞાનિકોને પ્રેરણા આપે છે. મેરી ક્યુરીથી લઈને ડૉ. વેંકટરમન સુધીની વૈજ્ઞાનિક યાત્રા અહીં જીવંત બને છે.

હાઈડ્રોપોનિક્સ ગેલેરી

અદ્યતન ખેતી તકનીકનું જીવંત પ્રદર્શન. કાર્યરત હાઈડ્રોપોનિક્સ ફાર્મ દ્વારા ખેડૂતો અને વિદ્યાર્થીઓને નવી કૃષિ વિજ્ઞાનની સમજ મળે છે.

ઓપ્ટિક્સ ગેલેરી

પ્રકાશનું વિજ્ઞાન, તેની ક્રિયા-પ્રતિક્રિયા અને આધુનિક સાધનોનું પ્રદર્શન. વિદ્યાર્થીઓ માટે હેન્ડ્સ-ઓન એક્સ્પેરીયન્સ આ ગેલેરીને વિશેષ બનાવે છે.

ટેક્નોલોજી અને મનોરંજનનો સંગમ

5-ડી થિયેટર, વર્ચ્યુઅલ રિયાલિટી, મોશન સિમ્યુલેટર, સોલાર વોકવે, સનડાયલ, ઓડિટોરિયમ અને સેન્ટ્રલ કોર્ટયાર્ડ જેવી સુવિધાઓ વિજ્ઞાનને રોમાંચક અને જીવંત બનાવે છે. અહીં વિજ્ઞાન માત્ર પુસ્તકોમાં નહીં, પરંતુ અનુભૂતિમાં જીવતું જોવા મળે છે.

પાટણ-વિજ્ઞાન સાથે વિકાસની નવી દિશા

રાણી કી વાવ અને હેમચંદ્રાચાર્યની ઐતિહાસિક ધરતી હવે વિજ્ઞાન અને નવીનતાની દિશામાં મજબૂત પગલું ભરી રહી છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર પાટણને માત્ર શૈક્ષણિક કેન્દ્ર નહીં, પરંતુ પ્રેરણાનું પ્રતિક બનાવી રહ્યું છે.

૨૮ ફેબ્રુઆરીના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે, પાટણ આજે ગર્વથી કહી શકે છે “અહીં ઇતિહાસ પણ છે અને ભવિષ્યનું વિજ્ઞાન પણ.”

પાટણ હવે માત્ર ઐતિહાસિક નગરી નહીં, પણ નવી પેઢીના સપનાઓને પાંખ આપતી

“વિજ્ઞાન નગરી” બની રહી છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર, આચાર્ય, શેઠ એમ. એન. હાઇસ્કુલ, પાટણ.
Next Article ઐતિહાસીક લોટેશ્વર મહાદેવ મંદિરનો વિકાસ તથા ધર્મશાળા ની સગવડ ઉપલબ્ધ બનાવવા માગ.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video