સરસ્વતીના વામૈયામાં રામબાઈ માતાજીનો તેરમો પાટોત્સવ ઉજવાયો

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા વામૈયા ખાતે પસિદ્ધ યાત્રાધામ શ્રી રામબાઈ માતાજીનો તેરમો પાટોત્સવ યોજાયો હતો જેમાં રાત્રે સંતવાણી કાર્યક્રમ તેમજ રાસ ગરબા યોજાયા હતા તેમજ સવારે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા માતાજીના ફોટો બગીમાં બિરાજમાન કરવામાં આવી અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ગામના ગોદરેથી ગામની ફરતે ફરીને માતાજીના નીજ મંદિરે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.

આ શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો લોકો તેમજ આજુબાજુના ગામના માતાજીના ભક્તો અને લોકો તેમજ માનવ મેરામણ ઉમટ્યો હતો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ તમામ લોકો માતાજીની પ્રસાદ રૂપે ભોજન આરોગ્ય હતું તેમજ લોકોએ શ્રી રામબાઈ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

જય શ્રી રામબાઈ માતાજીના ભુવાજી ધાર પરમાર વિક્રમસિંહ હાલુસિંહ તેમજ ગ્રામજનો અને જય શ્રી રામબાઈ માં યુવક મંડળના સભ્યો અને યુવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી અને પ્રસંગને દીપાવ્યો હતો. જય શ્રી રામબાઈ માતાજીનો પ્રસંગ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો.
