પાટણ: સિદ્ધપુરમાં જન રક્ષક 112ની ઝડપી કામગીરીથી યુવાનનો જીવ બચ્યો

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ – સિદ્ધપુર તાલુકામાં તા. 26/02/2026ના રોજ જન રક્ષક 112ની સતર્ક અને ઝડપી કામગીરીના કારણે એક યુવાનને સમયસર સારવાર મળી જીવન બચાવવાનો પ્રયાસ સફળ રહ્યો હતો. મળતી માહિતી મુજબ 112 જન રક્ષક પી.સી.આર. પોલીસ વાનમાં એક ઈસમ દ્વારા કોલ કરી જાણ કરવામાં આવી હતી કે તેણે ઘરેલુ કારણોસર ઝેરી દવા પી લીધી છે.
માહિતી મળતાની સાથે જ જન રક્ષક 112ના પાઈલોટ જીતેન્દ્રભાઈ જીવાભાઈ તથા પોલીસ ઈન્ચાર્જ ASI મુળજીભાઈ સેધાભાઈ તાત્કાલિક પી.સી.આર. વાન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર તેમણે દર્દીને નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડી તાત્કાલિક સારવાર માટે રીફર કર્યો હતો.
સિવિલ હોસ્પિટલના તમામ મેડિકલ સ્ટાફ અને કર્મચારી પ્રણવ બારોટ તથા અન્ય સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. દર્દીનું નામ સોલંકી શૈલેષકુમાર મહેન્દ્રભાઈ (ઉંમર 32 વર્ષ), રહેવાસી ગામ દેથળી હોવાનું જાણવા મળ્યું છે.
જન રક્ષક 112ની ઝડપી અને જવાબદાર કામગીરીને કારણે દર્દીને સમયસર સારવાર મળી શકી હતી. પોલીસની આ કાર્યક્ષમતાની સ્થાનિક લોકોએ પ્રશંસા કરી હતી.