પાટણમાં બાળ મજૂરી કરતા બે બાળકોનો બચાવ

09/02/2026ની સવારે પાટણ સિટી ‘બી’ ડિવિઝન 112 જનરક્ષક વાનને કેશ આઈડી:20260200117236 સંબંધિત કૉલ મળ્યો. અરજદાર ચૌહાણ નીલિશાબેન મનોજકુમાર,જે ચાઈલ્ડ લાઇન અને બાળ સુરક્ષા અધિકારી છે, એમણે મળેલી માહિતી આધારિત જણાવ્યું કે સુદામા ચોકડી, પાટણ ખાતે શેરડીના રસના કોલા પર બે બાળકો બાળ મજૂરીમાં લાગેલા છે. તેઓએ મદદ માગી હતી.
માહિતીની જાણ મળતા જ 112 જનરક્ષક ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી. તેમણે બંને બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા. પછી, બંને બાળકોને પાટણ જિલ્લા બાળ સુરક્ષા કચેરીમાં સોંપી દેવામાં આવ્યા. સમગ્ર ઘટનાનો અંતે સમાધાન નોંધાયો છે.
ટીમની વિગત:
ઇન્ચાર્જ: અ.હેડ.કો. સતીષભાઈ ઈશ્વરભાઈ
(બં. નં. 04)
પાયલોટ: દેસાઈ રાહુલકુમાર જયરામભાઈ
વાહન નંબર: GJ18 BW 2671
આ કાર્યવાહીથી બાળ મજૂરી સામે તંત્રની સતર્કતા ફરી એકવાર નોંધાઈ છે.
