92 ગામ રોહિત સમાજ નું નવું સામાજિક પત્રિકા નું વિમોચન

કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુર પાલનપુર નેશનલ હાઇવે રોડ ભાડિયા બસ સ્ટેનની સામે આવેલ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર સંચાલિત શ્રી સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી માધ્યમિક સંકુલ ખાતે રાધનપુર, સમી, મુજપુર, વારાહી ચાર ગોળ શ્રી રોહિતદાસ વંશી બાણું ગામના સામાજિક બંધારણનું વિમોચન ભીડ ભજન હનુમાનજી મંદિર લાલદાસ બાપુની મઢીના મહંત કરસનદાસ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું

રોહિત સમાજના 14 જેટલાં સામાજિક પ્રસંગોમાં સમાજના બંધારણ મુજબ પ્રસંગો નુ અમલીકરણ કરવા રોહિત સમાજના ભાઈઓને હાકલ કરવામાં આવી કુરિવાજો તેમજ બેન્ડ બાજા.વરઘોડો.હલદી રસમ. એન્ટ્રી. બ્યુટીપાર્લર. પ્રિ વેન્ડીગ ફટાકડા ફોડવા અને ફુવારાછટવા, સદંતર બંધ કરી ખોટાખર્ચાથી દૂર રહી તેમજ દરેક સામાજિક પ્રસંગોમાં શિક્ષણ ક્ષેત્રે દાન આપવાપર વધુભાર મુકવામાં આવ્યો

શિક્ષિત સમાજ ઉજળો સમાજના સૂત્રસાથે આ પ્રસંગે ઉપસ્થિત સમાજ ના અગ્રણી ઓ મોતીભાઈ સેવક સમી, વીરચંદભાઈ મકવાણા રાધનપુર, રમેશભાઈ મકવાણા સિનાડ, મોહનભાઈ મકવાણા, સોમાભાઈ મકવાણા, ઝાંઝણસર, દેવશીભાઈ સમી,ગાડાંભાઈ પરમાર બાસ્પા, કરસનભાઈ શંખેશ્વર, શીવાભાઈ મુજપુર, બાબુભાઈ પરમાર જાવંત્રી, ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ રણછોડભાઈ મકવાણા,પેથાભાઈપરમાર, છગનભાઇ રાઠોડ. સહીત રોહિત સમાજના સામાજિક વડીલો અને યુવાઆગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાહતા
રિપોર્ટ: સુરેશ પરમાર, સમી
