પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલનું ગૌરવ..

કેપિટલ મેસેજ, ન્યુઝ
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઇસ્કુલના શિક્ષક દાનેશભાઈ આર.મોદીએ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર માંથી ડૉ.પ્રશાંત પટેલના માર્ગદર્શન હેઠળ “કુમારપાળ દેસાઈ,મધુસુદન પારેખ, ઇન્દુ પુવાર અને ધનંજય શાહનું બાળસાહિત્ય ક્ષેત્રે પ્રદાન ” શીર્ષક હેઠળ વિધ્યાવવાચસ્પતિ (Ph.D.) ની પદવી પ્રાપ્ત કરેલ છે તે બદલ નોર્થ એજ્યુકેશન સોસાયટી,પાટણ તેમજ સમગ્ર પી.પી.જી.એક્સપે રિમેન્ટલ શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે. ડૉ.દાનેશભાઈ મોદી એક ખૂબ જ ખંતીલા, ઉત્સાહી અને પોતાના વિષયમાં તરબોળ શિક્ષક છે. ઉપરાંત સુંદર લેખન કાર્ય, વિષય ટ્રેનર, સારા ઉદઘોષક, અભ્યાસુ, કવિ અને સંશોધકની સાથે વિધાર્થી કેન્દ્રી કાર્યના પૂજારી અને કટિબદ્ધ – કર્મઠ એવા શિક્ષકને પી. એચ.ડી. પદવી પ્રાપ્ત થયા બદલ NGES CDO ડૉ. જય ધ્રુવ સર,શાળાના આચાર્ય ડૉ.ઝેડ. એન.સોઢા તથા સમગ્ર સ્ટાફ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.
