Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન રાષ્ટ્રીય લોન ટેનિસ ટુર્નામેન્ટમાં રનરઅપ
સ્પોર્ટ્સ

શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન રાષ્ટ્રીય લોન ટેનિસ ટુર્નામેન્ટમાં રનરઅપ

Rajeshkumar Jadav
Last updated: February 14, 2026 5:56 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન રાષ્ટ્રીય લોન ટેનિસ ટુર્નામેન્ટમાં રનરઅપ

પ્રજાપતિ મુસ્કાન દ્વારા શેઠ એમ. એન. હાઇસ્કુલનું નામ રાષ્ટ્રીય ફલક પર ગૌરવભેર ઉજાગર

લોન ટેનિસની રાષ્ટ્રીય AITA ચેમ્પિયન્સ ટુર્નામેન્ટ અજમેર ખાતે યોજાઈ

અભ્યાસની સાથે રમતગમતમાં પણ અગ્રેસર રહી પ્રજાપતિ મુસ્કાન સમગ્ર વિદ્યાર્થી આલમ માટે પ્રેરણાસ્ત્રોત બની

More Read

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી
ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત પાટણની પ્રતિષ્ઠિત સંસ્થા શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણની પ્રતિભાશાળી વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન વિપુલભાઈએ તાજેતરમાં All India Tennis Association (AITA) દ્વારા અજમેર ખાતે આયોજિત ચેમ્પિયન્સ ટુર્નામેન્ટમાં લોન ટેનિસ રમતમાં શાનદાર રમત પ્રદર્શન કરી રનરઅપનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

આ ટુર્નામેન્ટ રાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠિત સ્પર્ધા માનવામાં આવે છે, જેમાં દેશભરના પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લે છે. મુસ્કાનની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર શાળા અને પાટણ જિલ્લો તથા સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે.

પ્રજાપતિ મુસ્કાન માત્ર રમતગમતમાં જ નહીં, પરંતુ અભ્યાસમાં પણ હોશિયાર વિદ્યાર્થીની છે. તેણીએ રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ અનેક વખત લોન ટેનિસ સ્પર્ધાઓમાં ભાગ લઇ ચેમ્પિયનશિપ હાંસલ કરી છે.

અભ્યાસ અને રમત બંને ક્ષેત્રમાં સંતુલન જાળવીને સતત પ્રગતિ કરવી એ આજના યુવાનો માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે. મુસ્કાનનું વ્યક્તિત્વ એ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન, સંકલ્પશક્તિ અને મહેનત હોય તો કોઈપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે.

શાળાના પ્રિન્સિપાલ ડૉ. ધનરાજભાઈ ઠક્કર સાથેની વાતચીત દરમિયાન મુસ્કાને જણાવ્યું હતું કે, તે લોન ટેનિસની દરરોજ ૭ થી ૮ કલાક નિયમિત અને કઠોર પ્રેક્ટિસ કરે છે. તેણીનું લક્ષ્ય ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે અને તે માટે તે સંપૂર્ણ સમર્પણ સાથે પ્રયત્નશીલ છે.

ઉત્તર ગુજરાત યુવક મંડળના માનનીય પ્રમુખ ડૉ. જે. કે. પટેલ,માનનીય મંત્રી મનસુખભાઈ પટેલ તથા તમામ હોદ્દેદારો, શાળાના પ્રિન્સિપાલ ડૉ. ધનરાજભાઈ ઠક્કર તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા પ્રજાપતિ મુસ્કાનને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

શાળાના પ્રિન્સિપાલ ડૉ. ધનરાજભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, “મુસ્કાન જેવી પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ શાળાનું સાચું ગૌરવ છે. આવી સિદ્ધિઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બને છે અને શાળા સંસ્કાર, શિસ્ત તથા પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે તેનો જીવંત પુરાવો છે.”

AITA જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની ટુર્નામેન્ટમાં રનરઅપ બનવું એ ભવિષ્યમાં નેશનલ તેમજ ઇન્ટરનેશનલ સ્તરે સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે મજબૂત પાયાની રચના સમાન છે.

પ્રજાપતિ મુસ્કાનની આ સિદ્ધિ માત્ર એક રમતગમતની જીત નથી, પરંતુ સમાજ માટે સશક્ત સંદેશ છે કે, દીકરીઓને યોગ્ય તક અને પ્રોત્સાહન મળે તો તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતનું ગૌરવ વધારી શકે છે.

શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાનની આ ગૌરવસભર સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તેના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવે છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે
Next Article મહાશિવરાત્રી ના પાવનપર્વ નિમિત્તે ધારપુર મેડિકલ કોલેજ એને હોસ્પિટલ ખાતે નિર્માણશીલ શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ ભસ્મ આરતી અને મહાપ્રસાદ નું આયોજન.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સહયોગથી સમાજ શિક્ષણ શિબીર યોજાઈ

ગ્રામ્ય વિકાસને ગતિ: કલ્યાણા, વસરીલા અને કુંવારા ચાચરેટ દાદા રોડનું નવીકરણ પૂર્ણ

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video