પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ પાટણમાં “પરીક્ષા આત્મબળ નો ઉત્સવ “કાર્યક્રમ યોજાયો.

જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી પાટણ દ્વારા એસએસસી અને એચએસસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પીપીજી એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ પાટણ ખાતે “પરીક્ષા આત્મબળનો ઉત્સવ”કાર્યક્રમ યોજાઈ ગયો. તજજ્ઞ ડો. સુમિત શાસ્ત્રી ડાયરેક્ટર ઓફ સાયન્સ સેન્ટર પાટણ દ્વારા એસએસસી અને એચએસસીના વિદ્યાર્થી ઓમાં પરીક્ષાનો હાઉ દૂર કરવા માટે ખૂબ જ પ્રેરણાદાઈ વક્તવ્ય આપવામાં આવ્યું. તજજ્ઞએ વિદ્યાર્થીઓને સૂર્ય નમસ્કાર મેડીટેશન, આત્મવિશ્વાસ વધારવા માટે આહ્વાન કરેલ ઉપરાંત વારંવાર પુનરાવર્તન અને હકારાત્મક વિચારો થકી વાંચેલ કે અભ્યાસ કરેલ વિષયવસ્તુ લાંબા સમય સુધી યાદ રહે છે તે વિષય પર ભાર મુકેલ ઉપરાંત જીવનમાં ક્યારે નાસીપાસ ન થતા સંઘર્ષ થકી આગળ વધવાથી વધુ સફળતા મળે છે , શાળાના 200 થી વધુ વિધાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો, આ કાર્યક્રમ સુંદર આયોજનના યજમાન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાટણના પ્રતિનિધિ તરીકે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડૉ. મધુબેન દેસાઈ ઉપસ્થિત રહેલ, ઉપરાંત સાયન્સ સેન્ટરમાંથી કમ્યુનિકેશન એડવાઈઝર તરીકે ઉજ્જવલ મિશ્રા અને ટેકનિકલ સ્ટાફ વતી રેણુકાબેન નાઈ શાળાના આચાર્ય ડૉ ઝુઝારસંગ સોઢા, શાળા સુપર વાઈઝર હર્ષદભાઈ ડામોર, ગમનભાઈ સુથાર, શાળા કોઓર્ડિનેટર યોગેશભાઈ સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહેલ વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ.. શાળાના બાળકો પરીક્ષાના ડરથી દૂર રહે અને પ્રફુલિત માનસથી પરીક્ષા આપે તે હેતુથી સુંદર આયોજિત કાર્યક્રમ બદલ NGES કેમ્પસના CDO ડૉ.જય ધ્રુવ એ અભિનંદન પાઠવ્યા હતા. સૌએ સહિયારા પ્રયાસથી કાર્યક્રમને સફળ બનાવેલ.
