પાટણ જિલ્લા ભાજપ કાર્યાલયે નવનિયુક્ત હોદ્દેદારોની પરિચય બેઠક યોજાઈ

પાટણ: પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવની અધ્યક્ષતામાં નવનિયુક્ત હોદ્દેદારોની પરિચય બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા મહામંત્રી સંજયભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ, બાબુજી ઠાકોર સહિત નવા નિયુક્ત થયેલા હોદ્દેદારો હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવે તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે એકતા, સંકલન અને કાર્યકર્તા આધારિત કાર્યપદ્ધતિ પર ભાર મૂક્યો હતો. તેમજ પાર્ટીના કાર્યક્રમો, આવનારી સંગઠનાત્મક કામગીરી અને જનસંપર્ક અભિયાન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક અંતે તમામ હોદ્દેદારોએ સંગઠન હિતમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
