“હેરા ફેરી 3” ની જાહેરાત થઈ ત્યારથી, અપડેટ્સનો સતત સામે આવી રહી છે. શરૂઆતમાં, એવા અહેવાલો હતા કે પરેશ રાવલ આ ફિલ્મમાં નહીં હોય. જોકે, પછીથી પુષ્ટિ થઈ કે તે ફિલ્મનો ભાગ હશે.
બોલિવૂડની સૌથી અવેટેડ ફિલ્મ “હેરા ફેરી 3” ની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી, ચાહકો અપડેટ્સ અને તેની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં પરેશ રાવલ, સુનીલ શેટ્ટી અને અક્ષય કુમાર ફરી એક સાથે જોવા મળશે. આ ત્રિપુટીને ફેન્સ ખૂબ જ પસંદ કરી હતી, અને પહેલી ફિલ્મ હેરાફેરી અને “ફિર હેરા ફેરી” બંનેએ પણ દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. બીજા ભાગમાં પણ બાબુ રાવ ગણપત રાવ આપ્ટેનું પાત્ર ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું અને આજે પણ આ પાત્ર ખૂબ પસંદ કરવામાં આવે છે.
