હારીજ જલીયાણ સ્કૂલ ખાતે વૈજ્ઞાન મેળામાં આધુનિક કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની.

એક દશક પછી AI રોબર્ટ માનવયંત્ર દ્વારા ઔધોગિક ક્ષેત્રથી લઈને આરોગ્ય સેવા અને ઘરગથ્થુ ઉપયોગ સુધીની માનવજીવનનું માર્ગદર્શન સાથે આર્યુવેદીક ઉપચાર ની કૃતિઓ પણ જોવાલાયક…
કેપિટલ મેસેજ, ન્યુઝ
હારીજ જલીયાણ વિધાશંકુલ ખાતે સ્કૂલના પ્રિન્સિપાલ નિતલબેન ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાનમેળો યોજાયો હતો.જેમાં ભારતમાં ચાલતી લોકશાહીની લાઈવ લોકસભા ની કૃતિ છાત્રોએ રા રજુ કરતા લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.આધુનિક AI દ્વારા રોબર્ટ માનવયંત્રથી માંડીને પર્યાવરણ, સબંધી સમસ્યાઓ,અને તેનું નિરાકરણ ઉપાયો, જૈવિક ખેતી, સાથે આર્યુવેદીક વનસ્પતિ દ્વારા શારીરિક ઉપચારની કૃતિઓ અને આધુનિક ટેકનોલોજી ના મોડલ્સ રજુ કરી લોકોને દરેક કૃતિઓએ આકર્ષણ જમાવ્યું હતું.
જલીયાણ વિધા શંકુલ ખાતે વૈજ્ઞાનમેળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કૃતિમાં લીલો સૂકો કચરો નિકાલ કરી તે કચરા માંથી તેનો ઉપયોગ દર્શાવતી વસ્તુઓ દર્શાવવામાં આવી હતી.જ્યારે સ્માર્ટ લાયબ્રેરી,આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરતા દરેક બુકો પાછળ ચિપ લગાવવામાં આવેલી હતી.જેના કારણે સહેલાઇ થી કોઈ પણ પુસ્તક શોધી શકાય અને બુક ને પાછી પણ આપી શકાય નવીન ટેક્નોલોજી ના કારણે આવનારી નવીન પેઢીને ઘેર બેઠા લાયબ્રેરીમાં ક્યાં ક્યાં પુસ્તકો છે.અને લાયબ્રેરીમાં ક્યાં પુસ્તક કઈ જગ્યાએ પડ્યા છે તે જોઈ શકાય છે.
બ્રિજ હેલ્થ મોનીટરીની કૃતિ જેમાં નવીન બ્રિજ સીસ્ટમમાં જેના કારણે બ્રિજ ક્યાંથી નબળો પડ્યો હોય જાણી શકાય,તેવી ટેકનોલોજીનું માર્ગદર્શન અપાયું હતું.

એરોનોટીકલ એન્જીનીયરીંગ પ્રેજેક્ટ પ્લેન ની અવાર નવાર બનતી દુર્ઘટનાઓ ને ટાળવા માટે નો પ્રેજેક્ટ રજૂ કરાયો હતો.જેમાં પ્લેન ક્રેશ થવાની અગમચેતી આપતા પ્લેનમાં બેસવાનો ભાગ સ્વીચ દબાવતા બેઠક વ્યવસ્થા ભાગ નીચે અલગ થઈ પડી જાય છે અને પેરાશૂટ દ્વારા નીચે સુરક્ષિત લઈ જાય છે.જેમાં દરીયામાં તે ભાગ પડે તો તરવા લાગે છે
સ્માર્ટ એમ્બ્યુલન્સ જરૂરિયાત મુજબ લાંબી ટૂંકી કરવાની સીસ્ટમ,પલાસ્ટિક બોટલ નો નિકાલ મશીનમાં કાર્ડ સ્કેચ કરવાથી બોટલનું રૂ.5 વળતર મળે છે અને બોટલનો ઉપયોગ અન્ય બનાવટ બનાવવામાં કામ આવે છે જે મશીનો હાલમાં બોમ્બે પટના જેવી મોટી સિટીઓમાં ચાલુ કરવામાં આવ્યા છે.તે દર્શાવાયું હતું.
ગ્રીન ઉર્જા ઉત્પન્ન કરતા સાધનો,,સોલાર અને પવન ચક્કી બંને એકજ ઘટકમાં બનાવતા રાત્રે અને દિવસે 24 કલાક વીજળી ઉત્પન્ન કરી શકાય છે.AI ટેકનોલોજી દ્વારા ,ટ્રાંફિક મોંનીટરિંગ એટલે ઓટોમેટિક સંચાલન કરતી સીસ્ટમ જે જ્યાં ચાર રસ્તા પર વધુ ટ્રાંફિક હોય ત્યાં ઓટો સીસ્ટમ દ્વારા સિગ્નલ આપતી કૃતિ હતી .અને આવનારા સમયમાં AI ની આધુનિક રોબર્ટ માનવયંત્ર ટેક્નોલોજી દ્વારા શારીરિક તપાસ, ઔધોગિક ક્ષેત્રથી લઈને આરોગ્ય સેવા અને ઘરગથ્થુ ઉપયોગ સુધીની માનવજીવનનું માર્ગદર્શન સાથે આર્યુવેદીક ઉપચાર ની કૃતિઓએ લોકોને વૈજ્ઞાનિક ટેક્નોલોજીનું જલીયાણ છાત્રોએ માર્ગદર્શન પૂરું પાડયુ હતું.છાત્રોએ લોકસભામાં ચાલતા સંવાદ લાઈવ રજૂ કર્યા હતા જેમાં લોકશાહીનો સંદેશ આપ્યો હતો.આ મેળામાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર,જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ સિંધવ, જલીયાણ સ્કૂલના ટ્રસ્ટી મિતેશભાઈ ઠકકર,શૈલેષભાઇ નીલેશભાઇ જિલ્લા ઉપપ્રમુખ રોહિતભાઈ ગોસ્વામી વગેરે અગ્રણીઓએ કૃતિઓ નિહાળી છાત્રોને બિરદાવ્યા હતા.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
