કિંજલ રબારીનું મોટું નિવેદન : “હું મારાં પરિવાર સાથે રહેવા માંગુ છું”

કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુર તાલુકાના સિનાડ ગામની કિંજલ રબારીના પ્રેમલગ્ન મામલે હવે નવો વળાંક આવ્યો છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલા આ કેસમાં કિંજલ રબારીએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું છે કે તે હવે પોતાના પરિવાર સાથે રહેવા માંગે છે.
કિંજલના આ નિવેદન બાદ સમગ્ર મામલે નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અગાઉ પ્રેમલગ્ન અને ત્યારબાદ ઊભેલા વિવાદને લઈને સોશિયલ મીડિયા તથા સમાજમાં ભારે ચર્ચા ચાલી રહી હતી. સમાજની બેઠક અને સમજણ બાદ હવે કિંજલ દ્વારા પરિવાર સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરાતા મામલો નવા તબક્કામાં પહોંચ્યો છે.
કિંજલના આ નિવેદનથી ઘણા સવાલો પણ ઉભા થયા છે કે આ નિર્ણય તેની સ્વઇચ્છાએ લીધો છે કે સમાજ અને પરિવારના દબાણ વચ્ચે લેવાયો છે. હાલમાં આ મુદ્દો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર,પાટણ
