રાધનપુરમાં PBSC સેન્ટરની જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે મુલાકાત. લીધી,કાર્યપ્રણાલીનું કર્યું નિરીક્ષણ

કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુર ખાતે આવેલ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC)ની જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે સેન્ટરમાં આવતા વિવિધ પ્રકારના કેસો, તેમની કામગીરીની પદ્ધતિ તથા સમાધાન થયેલા અને પેન્ડિંગ કેસોની વિગતવાર સમીક્ષા કરી હતી.
કલેક્ટરે સેન્ટર દ્વારા સંચાલિત રજિસ્ટરોની તપાસ કરી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત PBSC સેન્ટરમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ વાણિયા પ્રિયંકાબેન બાબુભાઈ અને પરમાર અનિતાબેન જયંતિલાલ સાથે ચર્ચા કરી તેમની કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા.
આ પ્રસંગે DYSP પરેશ રેણુકા, રાધનપુરના નાયબ કલેક્ટર તેમજ પોલીસ સ્ટેશનના PI આર.કે. પટેલ સહિત પોલીસ અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા.
મુલાકાતનો મુખ્ય હેતુ સેન્ટરની કામગીરીને વધુ અસરકારક બનાવવાનો અને નાગરિકોને સમયસર સહાય મળી રહે તે સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
