ડભોઇ મુખ્ય માર્ગો પર BSNLની જર્જરિત ટેલિફોન પેટીઓ બની ‘મોતનો ફાંસો’, તંત્ર ઘોર નિદ્રામાં

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાના ગાંઠિયા સમાન બનેલી પેટીઓ ગમે ત્યારે મોટી જાનહાનિ સર્જી શકે તેવી ભીતિ; સ્થાનિકોમાં રોષ ડભોઇ શહેરમાં ટેકનોલોજીના બદલાતા યુગ સાથે લેન્ડલાઇન ફોનનો વપરાશ ઘટ્યો છે, પરંતુ તેની પાછળ રહી ગયેલા અવશેષો હવે રાહદારીઓ માટે જીવનું જોખમ બની રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો અને મહોલ્લાઓમાં આવેલી BSNLની ટેલિફોન પેટીઓ (DP Box) હાલ અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે મુખ્ય સમસ્યાઓ અને જોખમો:
તૂટી ગયેલા સ્ટેન્ડ: મોટાભાગની પેટીઓ નીચેથી સડી ગઈ છે અથવા તેના લોખંડના સ્ટેન્ડ તૂટી ગયા છે, જે ગમે ત્યારે રસ્તા પર પસાર થતા વાહનો કે રાહદારીઓ પર પડી શકે છે શોભાના ગાંઠિયા: મોબાઈલ ક્રાંતિ બાદ લેન્ડલાઇન જોડાણો ઓછા થતા આ પેટીઓ હવે બિનઉપયોગી બની ગઈ છે અને માત્ર ‘શોભાના ગાંઠિયા’ સમાન લટકી રહી છે.

અકસ્માતનો ભય: ડભોઇના વ્યસ્ત ગણાતા મેન રસ્તાઓ પર આ પેટીઓ નમેલી હાલતમાં હોવાથી ટ્રાફિક અને ખાસ કરીને નાના બાળકો માટે મોટું જોખમ ઉભું થયું છે સ્થાનિકોની માંગ નગરજનોનું કહેવું છે કે જો આ પેટીઓ હવે કોઈ કામની ન હોય, તો BSNL તંત્ર દ્વારા તેને તાત્કાલિક અસરથી હટાવી લેવી જોઈએ. કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાયા બાદ તંત્ર જાગશે એવો પ્રશ્ન હાલ ડભોઇની જનતા પૂછી રહી છે રસ્તા વચ્ચે લટકતી આ લોખંડની પેટીઓ ગમે ત્યારે કોઈનો જીવ લઈ શકે છે. તંત્રએ જાગૃત થઈને સમયસર આ જોખમી પેટીઓ દૂર કરવી જોઈએ.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી,ડભોઈ
