ગાંધીનગરમાં મંત્રી પ્રદ્યુમન વાજાજીની તબિયત પૂછપરછ:મહેશ જાદવને અભિનંદન

કેપિટલ મેસેજ, ન્યુઝ
આજરોજ ગાંધીનગર ખાતે કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાજી ની તબિયતની ખબર અંતર પૂછવા તેમના નિવાસ સ્થાને રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે તેમના સ્વાસ્થ્યલાભ માટે શુભેચ્છાઓ પાઠવી તેઓ જલ્દી સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના વ્યક્ત કરવામાં આવી.
સાથે સાથે મહેશ જાદવને પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
