પાટણ જિલ્લામાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે “યુથ એસેમ્બલી કાર્યક્રમ ૨૦૨૫-૨૬” માટે અરજીઓ મંગાવવામાં આવી
કેપિટલ મેસેજ, ન્યુઝ
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પાટણ દ્વારા આયોજીત ૧૫ થી ૨૯વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ -૨૦૨૫ -૨૬નું ચાલુ વર્ષે આયોજન થનાર છે.
લોકશાહી શાસન વ્યવસ્થાના ગુજરાતના યુવક અને યુવતીઓમાં ગુણોવિકસે તથા યુવા વર્ગમાં મતદાનનું મહત્વ સમજાય, ચુંટણી વ્યવસ્થાની માહિતી યુવાનોને મળે જેનાથી રાષ્ટ્ર નિર્માણ તથા રાષ્ટ્રનું લોકતંત્ર મજબુત થાય તે માટે ગુજરાતના ૧૮૨ વિધાનસભા મત વિસ્તારમાં રાજ્યના ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ -૨૦૨૫ ૨૬નું ચાલુ વર્ષે આયોજન થનાર છે આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
ચાલુ વર્ષે ૨૦૨૫-૨૬ માં પાટણ જિલ્લા ખાતે આયોજીત થનાર આ કાર્યક્રમમાં જે યુવક-યુવતિ ઓ ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાની અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ની કચેરી, બ્લોક નં-૨,બીજો માળ,જિલ્લા સેવા સદન, રાજમહેલ રોડ,પાટણને તા.૨૩/૦૨/૨૦૨૬ સુધીમા મોકલી આપવાની રહેશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારયાદીમાં જણાવાયું છે.