પાટણ: રાધનપુર હાઇવે પર સમી ચોકડી પાસે કાર અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો.

કેપિટલ મેસેજ, ન્યુઝ
અકસ્માત સમયે બંને વાહનમાં મળી કુલ ચાર વ્યક્તિઓ સવાર હતા.
અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી.
ઇજાગ્રસ્તને સારવાર માટે સમી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો.
મળતી માહિતી મુજબ ઊંઝાથી જીરુ ખાલી કરી રાપર તરફ જતું પીકઅપ ડાલું હતું.
પાછળથી આવેલી કાર ડાલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું.
અકસ્માતમાં કાર અને પીકઅપ ને થયું ભારે નુકશાન..
પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી, બાદમાં ટ્રાફિક ફરી સામાન્ય થયો.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
