પાટણમાં પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી એલ.સી.બી.ની જાળમાં

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ: પાટણ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પાંચેક મહિનાથી નાસતા ફરતા આરોપીને પાટણ એલ.સી.બી. ટીમે ઝડપી પાડ્યો. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ કચ્છ-ભુજ) તથા પોલીસ અધિક્ષક વી.કે. નાયી, પાટણના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પાટણ શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો.
આ દરમ્યાન મળેલી બાતમીના આધારે પાટણ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાર્ટ-સી ગુનો નં. 11217019250829/2025 (પ્રોહીબીશન કલમ 65(એ)(ઈ), 116(બી), 81, 83, 98(2)) મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી ફારૂકી મહમદઆરીફ કયુમુદ્દીન શરીફરૂદ્દીન રહે. બોકરવાડા, મોટા મદ્રેસા પાસે, પાટણને તેના મહોલ્લાના નાકા પાસે હોવાની માહિતી મળી હતી.
બાતમીના આધારે એલ.સી.બી. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી તેની બી.એન.એસ. કલમ 35(1)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે પાટણ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર, પી.એસ.આઈ. એસ.બી. સોલંકી, એ.એસ.આઈ. જાલુભા બાલસંગજી, અ.હેડ કોન્સ્ટેબલ મૌલીકકુમાર કિર્તિકુમાર, અતુલકુમાર બળદેવભાઈ, દિલીપસિંહ સુરાજી, પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ ભલાભાઈ, મનુભાઈ કરશનભાઈ તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ રોશનીબેન મહેન્દ્રભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
