સમી-રાધનપુર હાઈવે પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત…

કેપિટલ મેસેજ, ન્યુઝ
વાવલ પાટિયા નજીક એક્ટિવા અને નાની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો
અકસ્માતમા એક્ટિવામાં સવાર બંને વ્યક્તિઓને પહોંચી ઇજા
108 એમ્બ્યુલન્સ મારફતે સમી સરકારી દવાખાનામાં ખસેડાયા
ચાલકની પાછળ બેઠેલ મહિલાને વધુ વધુ સારવાર અર્થે 108 મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા
કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ એક્ટિવા ચાલક બાસ્પાથી સમી તરફ જઈ રહ્યો હતો, જ્યારે કાર સમીથી રાધનપુર તરફ જઈ રહી હતી.
કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન
ઘટનાની જાણ થતાં જ સમી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી- પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
