સામાજિક ચેતનાનું કેન્દ્ર : એક વિધાલય

કેપિટલ મેસેજ, ન્યુઝ
સા વિધ્યા યા વિમુક્તે અર્થાત્ વિધા તે છે જે મુક્તિ અપાવે.. દરેક સમસ્યાનું મુક્તિ દ્વાર એટલે વિદ્યાલય.
શાળા/વિધાલય એટલે : ચાર દીવાલ અને છતથી બનેલ મકાન નહીં, પુસ્તકિયું કે અક્ષર જ્ઞાન આપતું સ્થળ નહિ પણ રાષ્ટ્રના ભવિષ્યનું ઘડતર કરનાર એક જવાબદાર,સંવેદનશીલ અને જાગૃત નાગરિક નિર્માણ કરતી સામાજિક પ્રયોગશાળા .
મૂલ્યનિષ્ઠ શિક્ષણ/ સંસ્કાર સિંચન : સત્ય,અહિંસા, કરુણા ,પ્રમાણિકતા , એકતા અને પરોપકાર ભાવ જેવા નૈતિક મૂલ્યો ઉપરાંત જીવન જીવવાની કળા, સામાજિક જવાબદારી, જીવન ચરિત્રો અને વાર્તાઓ થકી સામાજિક ગુણોનું બાળ માનસ પર સ્થાપિત કરતી પ્રણાલી એટલે શાળા.
સમાનતાનું ભાવાવરણ :
જ્ઞાતિ,ધર્મ , લિંગ ,આર્થિક સ્થિતિ કે શારીરિક ક્ષમતાના આધારે ભેદભાવ નહીં અને લોકશાહીના મૂલ્યો સામાજિક ન્યાય પ્રત્યે આદર જેવા ભાવોનું પ્રાગટીકરણ જ્યાં થાય એ છે શાળા.
સામાજિક સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલતા : ગરીબી, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા ,પ્રદૂષણ, અસમાનતા, વ્યસનમુક્તિ, માત્ર માહિતી નહીં સમસ્યાનો ઉકેલ, ચર્ચાઓ,સેમિનાર, વર્કશોપ , વાલી સેમીનાર , સમાજ ચેતનાની નાટીકાઓની એક જ રંગ મંચથી પ્રસ્તુતિ એટલે વિદ્યાલય.
સામુદાયિક સેવા / સેવાભાવી પ્રવૃત્તિઓની પહેલ : એન.એસ.એસ., એન.સી.સી., સ્કાઉટગાઈડ થકી સામાજિક ચેતનાનું નિર્માણ,ગ્રામ સફાઈ, વૃક્ષારોપણ રક્તદાન કેમ્પ, રાહત કેમ, શાળામાંથી વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમની મુલાકાત ,હું ને બદલે આપણે ભાવની ચેતના જગાડવાનું જ્યાં કાર્ય થાય એ છે શાળા .
રાષ્ટ્ર પ્રેમ/નાગરિક ફરજો : રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રપ્રતિકો પ્રત્યે આદરભાવ, મૂળભૂત અધિકારો અને ફરજોની જાગૃતિ , મતદાનનું મહત્વ,કાયદાનું પાલન ,જાહેર મિલકતની જાળવણી જેવા ગુણોનો આવિષ્કાર કરાવે તે શાળા.
વાલીઓ અને સમુદાય સાથે જોડાણ : વાલીઓ માટે ખુલ્લો પ્રશ્નમંચ, વાલી મીટીંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને વાર્ષિક ઉત્સવ થકી સમુદાયનું જોડાણ કરનાર માત્ર વિધાલય છે.
વિદ્યાલય વિઝન : શિક્ષણ માત્ર માહિતી નહીં જીવન પરિવર્તન કરનાર પ્રક્રિયા છે, શિક્ષક માત્ર ભણાવનાર જ નહીં , પથદર્શક , મિત્ર અને દાર્શનિક હોય, વિદ્યાર્થી જ્ઞાન મેળવનાર નહીં જ્ઞાન સર્જક અને સમાજસેવક બને. એક સમૃદ્ધ, સુસંસ્કૃત અને સક્ષમ રાષ્ટ્રના નિર્માણ માટે વિધાલય દ્વારા એક જવાબદાર, સંવેદનશીલ અને જાગૃત નાગરિકોનું ઘડતર થાય એજ સાચા અર્થમાં સામાજિક ચેતના છે. લેખન : ડૉ. ઝુઝારસંગ નાથુસિંગ સોઢા , ઈ.આચાર્ય , પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ , પાટણ