Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ભાટસણ પગાર કેન્દ્ર શાળા ખાતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિ સંમેલન યોજાયું
ગુજરાત

ભાટસણ પગાર કેન્દ્ર શાળા ખાતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિ સંમેલન યોજાયું

Rajeshkumar Jadav
Last updated: February 21, 2026 9:52 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ભાટસણ પગાર કેન્દ્ર શાળા ખાતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિ સંમેલન યોજાયું  

કવિઓએ માતૃભાષા સંવર્ધન વિષય પર વિવિધ રચનાઓ પ્રસ્તુત કરી, જમાવી અનોખી સાહિત્યિક મહેફિલ

કેપિટલ મેસેજ, ન્યુઝ

પાટણ :ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ભાટસણ પગાર કેન્દ્ર શાળા પીએમશ્રી – ગુજરાત, તા. સરસ્વતીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘માતૃભાષા સપ્તાહ’ અંતર્ગત ભવ્ય કવિ સંમેલન ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં તારીખ 17/02/ 2026 ના રોજ બપોરે ત્રણ થી પાંચ કલાક દરમિયાન યોજાઈ ગયું. “મળી માતૃભાષા મને ગુજરાતી” થીમ પર આધારિત આ કાર્યક્રમમાં સાહિત્યિક રંગો સાથે ગુજરાતી ભાષાનું મહિમાગાન કરવામાં આવ્યું હતું.

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહાની પ્રેરણાથી અને મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવના માર્ગદર્શનમાં આયોજિત આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી, ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો, શાળા પરિવાર દ્વારા તમામ મહેમાનોને પુસ્તક, સાલ અને બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ તરીકે ડાયટ પાટણના ડૉ. દશરથ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માતૃભાષાના શિક્ષણ અને સંસ્કારમાં રહેલા મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. અતિથિ વિશેષ તરીકે બીઆરસી સરસ્વતી રતાજી ઠાકોર દ્વારા શાળાના આ સુંદર પ્રયાસને બિરદાવતા માતૃભાષા સંવર્ધન પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

કવિ સંમેલનમાં પધારેલા જાણીતા કવિઓએ પોતાની રચનાઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા; જેમાં મંગળ રાવળ ‘સ્નેહાતુર’ એ પોતાની કવિતાઓ દ્વારા માતૃભાષા પ્રત્યેની સંવેદનાઓ રજૂ કરી હતી.

પીયૂષ ચાવડા અને કલ્પેશ ચાવડા ‘સહજ’ એ ગઝલ અને કાવ્યપઠન દ્વારા ગુજરાતી ભાષાની મીઠાશ અને ગૌરવને ઉજાગર કર્યું હતું. પાટણ જિલ્લાના સાહિત્ય રસિકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા; જેમાં કવિ અનિલ યોગ અને પીકે કોટાવાળા આર્ટસ કોલેજના અધ્યાપકોની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

ભાટસણ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શૈલેષભાઈ સુથારના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંયોજન નિલેશ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ઉપસ્થિત તમામ માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ, સાહિત્ય રસિકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article હારીજના રાવીન્દ્રા ગામે દારૂ પર પ્રતિબંધ વેચાણ કરનારને ૨૧ હજારનો દંડ થશે
Next Article કલેકટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video