રાધનપુરમાં મોહસીને આઝમ મિશનની બેઠક યોજાઈ, વર્ષભરની સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન

કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુર ખાતે મોહસીને આઝમ મિશન દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ ઈશાની નમાજ બાદ રાત્રે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સંસ્થાના તમામ સભ્યોએ હાજરી આપી અને આવનારા 12 મહિના દરમિયાન હાથ ધરાનારી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની જવાબદારીઓ સોંપવામાં આવી.
બેઠકમાં ખાસ કરીને રમઝાન માસ દરમિયાન કરવામાં આવતી ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓ અંગે આયોજન કરવામાં આવ્યું. તેમજ શિયાળાની ઋતુમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને બ્લેન્કેટ વિતરણ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો.
સંસ્થાના સભ્યો વચ્ચે દીની તાલીમ અને દુનિયાવી શિક્ષણ અંગે માર્ગદર્શન અને ચર્ચા પણ કરવામાં આવી. ઉપરાંત મિશન દ્વારા નિયમિત ચાલતી ‘અશરફી ટિફિન સર્વિસ’ અંતર્ગત નિરાધાર અને ગરીબ લોકોને દિવસમાં બે વખત ભોજન પહોંચાડવાની સેવા યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો.મિશનનો મુખ્ય ઉદ્દેશ સમાજ સેવા અને જરૂરિયાતમંદોની મદદ કરવાનો હોવાનું સભ્યોએ જણાવ્યું.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર પાટણ
