પી.પી.જી એક્સપેરિમેન્ટલ , હાઈસ્કૂલમાં ભગવત ગીતા વિષય પર વ્યાખ્યાન યોજાયું.

આ શાળામાં ધોરણ 9 અને 11ના 310 જેટલા વિદ્યાર્થીઓને આધ્યાત્મિક વિદ્યાલય, સુરત દ્વારા ભગવદ્ ગીતાનું મહત્ત્વ અને વિદ્યાર્થી જીવનમાં હકારાત્મક જીવનશૈલી અપનાવવા સંદર્ભમાં માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય વક્તા એવા જીયાબેન પટેલે ભગવદ્ ગીતાના કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગના ત્રિવેણી સંગમ દ્વારા કઈ રીતે વિદ્યાર્થી પોતાના જીવનમાં તેનો સમન્વય સાધીને પોતાના જીવનધ્યેયને પ્રાપ્ત કરી શકે એ માટે ઉત્તમ ઉદાહરણો અને વાર્તાની સરળ અને રસાળ શૈલીમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ તબક્કે શાળાના આચાર્ય ડૉ. ઝેડ.એન.સોઢાએ શાળા તેમજ સંસ્થાવતી આધ્યાત્મિક વિદ્યાલય, સુરતથી પધારેલ વક્તા જીયાબેન પટેલ, દીપિકાબેન,નિલેશભાઈનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. NGES કેમ્પસના CDO ડૉ.જય ધ્રુવ એ જીવનમાં ભગવતગીતા એક માત્ર દરેક પ્રશ્નનો ઉકેલ છે જેનો અભ્યાસ અને આચરણ જીવનમાં વિધાર્થીને કોઇપણ પરિસ્થિતિમાં મજબૂત અને મક્કમ બનાવે છે. શાળાના સુપરવાઈઝર હર્ષદભાઈ ડામોરે કાર્યક્રમની આભાર વિધિ તથા મહેશભાઈ ઠાકોરે કાર્યક્રમનું સંચાલન કરેલ.
