હારીજના રાવીન્દ્રા ગામે દારૂ પર પ્રતિબંધ વેચાણ કરનારને ૨૧ હજારનો દંડ થશે

કેપિટલ મેસેજ, ન્યુઝ
ગામમાં જે કોઈ દારૂ વેચશે કે બહારથી લાવી દારૂ લાવી વેચાણ કરનાર સામે રૂ.21 હજાર ની દંડની જોગવાઈ ની જાહેરાત કરી તથા કોઈ ઈસમ દારૂનું સેવન કરી ગામમાં આવશે તો પોલીસ બોલાવી જેલ હવાલે કરાશે
હારીજ તાલુકાના રાવીન્દ્રા ગામે દારૂના દુષણને દૂર કરવા ગામના સરપંચ દ્વારા ગામમાં દારૂ વેચનાર શખ્સો સાથે વાટાઘાટો કરી સર્વ સંમતિથી ગામમાં દારૂ વેચનાર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.જેની જાણ સર્વે ગ્રામજનો સાથે બેઠક યોજી દારૂ વેચનાર પર રૂ 21 હજાર ના દંડની જોગવાઈ કરી હોવાની જાહેરાત પણ કરવામાં આવી છે.જે નિર્ણય થી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો..

હારીજથી પાટણ હાઇવે પર આવેલું શિક્ષિત અને જાગૃત રાવીન્દ્રા ગામમાં દારૂની બદીને નાથવા યુવાનોને દારૂના વ્યશનથી દુર કરવા ગામમાં દારૂના દુષણને નાબૂદ કરવા ગામના યુવા સરપંચ બલાજી અંબારામજી ઠાકોરે ગામલોકો સાથે ચર્ચા વિચારણા કરી સહકાર માગ્યો જે છૂટો સવાયો દારૂ વેચનાર ઈસમોએ સ્વૈચ્છીક ગામના સારા કાર્યમાં સહભાગી બની સહકાર આપતા રામદેવપીર મંદિર ખાતે મિટિંગ બોલાવી ગામમાં દારૂ વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ઈસમ ગામમાં દારૂ વેચાણ કરે તો તેની સામે રૂ.૨૧ હજારનો દંડ ફટકારવામાં આવશે હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
રાવીન્દ્રા ગામના સરપંચ બલાજી ઠાકોરના જણાવ્યા મુજબ દારૂ વેચાણ પર સંપૂર્ણ દારૂ વેચાણ બંધારણ કરી દારૂ વેચનાર તથા દારૂનું સેવન કરી ગામમાં ભટકતા ઈસમો વિરુદ્ધ દંડકીય કાર્યવાહી કરી જેલહવાલે કરવામાં આવશે ગામમાં દારૂ વેચાણ પ્રતિબંધ નું ઉલ્લંઘન કરનાર સામે કોઈ જાતનો વ્યવહાર કરવામાં આવશે નહિ બેઠક યોજી તેમનો પણ સાથ સહકાર લઈ ગામમાં દારૂ વેચાણ પર કડક નિર્ણય કરવામાં આવતા રૂ ૨૧ હજારનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જે દંડ ગામના વિકાસ અથવા ધાર્મિક કાર્યમાં વાપરવામાં આવશે.પ્રેરણાદાયી નિર્ણય ને ગ્રામજનનોએ આવકાર્યો છે. અને આગામી સમય માં સમગ્ર ગ્રામજનોને એકઠા કરી સારા કાર્યમાં ગામનો વિશ્વાસ લઈ વધુ સારા કાર્ય થાય તેની ચર્ચા વિચારણા કરાશે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
