Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ એલ.સી.બી.ની મોટી કાર્યવાહી : બટાકાની આડ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપી ઝડપાયો
ક્રાઈમ

પાટણ એલ.સી.બી.ની મોટી કાર્યવાહી : બટાકાની આડ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપી ઝડપાયો

Rajeshkumar Jadav
Last updated: February 19, 2026 12:14 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણ એલ.સી.બી.ની મોટી કાર્યવાહી : બટાકાની આડ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપી ઝડપાયો 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

પાટણ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સામે કડક કાર્યવાહી અંતર્ગત એલ.સી.બી. પાટણે નોંધપાત્ર સફળતા મેળવી છે. સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બટાકાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે કુલ રૂ.૫૬,૨૩,૨૧૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ, ભુજ) તથા પોલીસ અધિક્ષક વી.કે.નાથી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ પ્રોહિબિશન ડ્રાઇવમાં કાર્યરત હતી. તા. ૧૮/૧૯-૦૨-૨૦૨૬ ની રાત્રે મળેલી બાતમીના આધારે ટીમે હાઇવે પર વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી.

More Read

પાટણમાં પોલીસ વાન ઉપર હુમલો કરનારા આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો.
ચાણસ્માના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ઘાતક હથિયારો સાથે હુમલો, 8 ગાડીઓમાં 20 જેટલા શખ્સો ધારીયા-તલવાર સાથે ત્રાટક્યા
પાટણ: ટુંવડ ખેતરમાં દારૂ ઉતારતાં જ LCBનો દરોડો..
પાટણમાં પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી એલ.સી.બી.ની જાળમાં

ટ્રક રોકી તપાસ કરતાં ભાંડો ફૂટ્યો નેશનલ હાઇવે પર પાલનપુર તરફથી મહેસાણા તરફ જતી ટ્રક નં. RJ-19-GK-4666 ને સુજાણપુર પાટિયા નજીક રોકી તપાસ કરવામાં આવી. તપાસ દરમ્યાન બટાકાના ૮૦ કટ્ટાઓની આડમાં છુપાવી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭,૮૧૨ બોટલ મળી આવી હતી.

દારૂની અંદાજિત કિંમત રૂ.૪૬,૦૨,૯૬૦ આંકવામાં આવી છે. પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડી તેની સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

More Read

રાધનપુરમાં “Mamy Poko Pants” ડીલરશીપના નામે રૂ. 42,456ની ઓનલાઈન ઠગાઈ, પોલીસની ઝડપી કાર્યવાહીથી 100% રકમ રિકવર
સમી વિસ્તારમાં દેશી બનાવટની બંદુક સાથે એક શખ્સ ઝડપાયો
રાધનપુરમાં સગીરાના અપહરણ કેસનો પર્દાફાશ
પાટણ કોર્ટમાં ખળભળાટ! ધોળા દિવસે વકીલો પર ધારિયા વડે હુમલો થતા સુરક્ષા સામે ઉઠ્યા ગંભીર સવાલો. વકીલોની સુરક્ષા રામ ભરોસે

ઝડપાયેલ આરોપી

પપ્પુરામ ઉર્ફે પવન સ/ઓ જેતારામ રાવતારામ જાટ

રહે. કાલાથલ, નવાતલા તા. પચપદરા, જિ. બાલોતરા, રાજસ્થાન

ફરાર આરોપીઓ

પ્રધાન જાટ – રહે. જોધપુર

મહેસાણા વિસ્તારના એક મોબાઇલ ધારક (શોધખોળ ચાલુ)

More Read

નકલી પોલીસ બની ખેડૂતને લૂંટનાર ટોળકી ઝડપાઈ
જામનગરના ધ્રોલમાં 5 વર્ષીય બાળકીનું અપહરણ, પોલીસે સમયસર બચાવી

કબ્જે કરાયેલ મુદ્દામાલ

વિદેશી દારૂ બોટલ નંગ ૭,૮૧૨ – રૂ.૪૬,૦૨,૯૬૦

ટ્રક – રૂ.૧૦,૦૦,૦૦૦

બટાકાના કટ્ટા ૮૦ – રૂ.૮,૦૦૦

મોબાઇલ – રૂ.૧૦,૦૦૦

રોકડ – રૂ.૨,૨૫૦

આર.સી. બુક, ડ્રાઇવિંગ લાયસન્સ

કુલ મુદ્દામાલ : રૂ.૫૬,૨૩,૨૧૦

કામગીરીમાં જોડાયેલ ટીમ

આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પાટણની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી, જેમાં એચ.ડી. મકવાણા, એસ.બી. સોલંકી સહિતના અધિકારીઓ અને સ્ટાફ જોડાયા હતા.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article બાળ મજૂરી નાબૂદી અભિયાન હેઠળ ૧૯૦ બાળકોને કામના સ્થળે શિક્ષણ: પાટણ જિલ્લા વહીવટી તંત્રનો સરાહનીય પ્રયાસ
Next Article પાટણ : હારીજ નગરપાલિકામાં ભાજપમાં જ બળવો- પ્રમુખ-ઉપપ્રમુખ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સભ્યો આમને સામને
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સહયોગથી સમાજ શિક્ષણ શિબીર યોજાઈ

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video