શેઠ એમ. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ટેક્વેન્ડોમાં રચ્યો ઈતિહાસ: મેળવ્યા 18 મેડલ : 13 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ

શેઠ એમ. એન. હાઇસ્કુલના 13 વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી
કેપિટલ મેસેજ
Capital message
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષણની સાથે રમતગમતનું પણ વિશેષ મહત્વ છે. રમતગમત વિદ્યાર્થીઓમાં શિસ્ત, આત્મવિશ્વાસ, એકાગ્રતા, નેતૃત્વ, ટીમ સ્પિરિટ અને પડકારોનો સામનો કરવાની ક્ષમતા વિકસાવે છે. શાળાકક્ષાથી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી યોજાતી વિવિધ રમતગમત સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની રમતગમતની પ્રતિભા રજૂ કરવા અને આગળ વધવાની ઉત્તમ તક મળે છે. આ હેતુસર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા SGFI અંતર્ગત વિવિધ સ્કૂલ ગેમ્સની જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ રહી છે.
જે અંતર્ગત ટેક્વોન્ડો રમતની જિલ્લા કક્ષાની સ્પર્ધા એન. જી. પટેલ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી. જેમાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીઓએ અદભુત રમતગમત કૌશલ્યનું પ્રદર્શન કરી શાળાનું નામ ગૌરવપૂર્ણ રીતે રોશન કર્યું હતું.
શેઠ એમ. એન. હાઈસ્કૂલના U-17 ભાઈઓ અને બહેનોએ ટેક્વોન્ડો સ્પર્ધામાં કુલ 18 મેડલ પ્રાપ્ત કરી શાળાનો જિલ્લા કક્ષાએ દબદબો જમાવ્યો હતો. જેમાં 13 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
U-17 ભાઈઓમાં ગોલ્ડ મેડલ વિજેતા ખેલાડીઓ…
સોલંકી મીત – 35 કિ.ગ્રા. – ગોલ્ડ મેડલ,
સોલંકી માનવ – 35થી 38 કિ.ગ્રા. – ગોલ્ડ મેડલ,
ઠાકોર જીયા – 38થી 41 કિ.ગ્રા. – ગોલ્ડ મેડલ,
પટણી તુષાર – 48થી 51 કિ.ગ્રા. – ગોલ્ડ મેડલ,
ઠાકોર સચિન – 51થી 55 કિ.ગ્રા. – ગોલ્ડ મેડલ,
ચૌહાણ સુમિત – 59થી 63 કિ.ગ્રા. – ગોલ્ડ મેડલ,
પટણી વિષ્ણુ – 63થી 68 કિ.ગ્રા. – ગોલ્ડ મેડલ,
રાઠોડ માનવ – 73થી 78 કિ.ગ્રા. – ગોલ્ડ મેડલ,
પરમાર જૈમીન – 78+ કિ.ગ્રા. – ગોલ્ડ મેડલ,
U-17 બહેનોમાં ગોલ્ડ મેડલ
ઠાકોર છાયા – 32 કિ.ગ્રા. – ગોલ્ડ મેડલ,
રાઠોડ પ્રિયા – 32થી 35 કિ.ગ્રા. – ગોલ્ડ મેડલ,
ઠાકોર ધાર્મી – 35થી 38 કિ.ગ્રા. – ગોલ્ડ મેડલ,
ઠાકોર મમતા – 44થી 46 કિ.ગ્રા. – ગોલ્ડ મેડલ,
સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓ
પરમાર રોનક – 45થી 48 કિ.ગ્રા. – સિલ્વર મેડલ,
ભરવાડ કિરણ – 43થી 52 કિ.ગ્રા. – સિલ્વર મેડલ,
ઠાકોર મિતલ – 52થી 55 કિ.ગ્રા. – સિલ્વર મેડલ,
સોલંકી નંદની – 55થી 59 કિ.ગ્રા. – સિલ્વર મેડલ તથા
પટેલ વિવેક – 41થી 45 કિ.ગ્રા. – બ્રોન્ઝ મેડલ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે.
આમ, શેઠ એમ. એન. હાઈસ્કૂલના કુલ 18 વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની ટેક્વોન્ડો સ્પર્ધામાં રેકોર્ડ બ્રેક 18 મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. ખાસ કરીને 13 ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થતાં શાળા પરિવાર માટે આ સિદ્ધિ વધુ ગૌરવની બની છે.
વિદ્યાર્થીઓની આ શાનદાર સિદ્ધિ બદલ ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ. જે.કે. પટેલ, મંત્રી મનસુખ ભાઈ પટેલ સહિત મંડળ ના તમામ હોદેદારો, શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા તમામ વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને આ સફળતા પાછળ સતત માર્ગદર્શન અને તાલીમ આપનાર માર્ગદર્શક શિક્ષક નરેશભાઈ પટેલને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
હવે જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી રાજ્ય કક્ષાએ પસંદગી પામેલા તમામ 13 ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્ય કક્ષાએ પણ આ ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજયી બને અને શાળાનું તેમજ પાટણનું નામ વધુ ઉજ્જવળ કરે તેવી સમગ્ર શાળા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
