નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી પાટણ દ્વારા વ્યાકરણ કાર્યશાળાનું થયેલ આયોજન.

કેપિટલ મેસેજ
Capital message
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી પાટણ દ્વારા પી.પી.જી એક્સપેરીમેન્ટલ હાઈસ્કૂલ મુકામે સુવર્ણજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ટાટ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને અન્ય વિષયના શિક્ષકોને TAT પરીક્ષા માર્ગદર્શન માટે વ્યાકરણ એક અધ્યયન અંતર્ગત કાર્યશાળા યોજાઈ. શાળાના આચાર્ય ડૉ.ઝેડ.એન.સોઢાએ પ્રતિભાગીઓને આવકારી પરીક્ષામાં વ્યાકરણનું મહત્ત્વ સમજાવી ભવિષ્યના શિક્ષકોને વિષય અને કર્મ પ્રત્યે પ્રતિબદ્ધતા રાખવી તેવું સૂચન કર્યું હતું. આ કાર્યશાળામાં વાક્યશુદ્ધિ, વાક્યપ્રયોગ અને સમાસ..જેવા મુદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અનુસ્વાર, વિરામચિહ્નો, પ્રત્યય, જોડણી અંતર્ગત લેખનરૂઢિ વિષયક તજજ્ઞ માર્ગદર્શન બાબુભાઈ સોલંકીએ આપ્યું હતું. સમાસ અંગે માર્ગદર્શન ડૉ.દાનેશ મોદીએ અને વાક્યપ્રયોગ મહેશભાઈ ઠાકોરે તલસ્પર્શી અધ્યયન કરાવ્યું હતું. વિદ્યાર્થીઓના પ્રતિભાવ પણ ખૂબ જ ઉત્સાહવર્ધક રહ્યા હતા. પીટીસી અને બી.એડના વિદ્યાર્થીઓએ આપણા શહેરના વિષય નિષ્ણાત પાસેથી વ્યાકરણના જ્ઞાનનો અભ્યાસ કરી લાભ મેળવવો જોઈએ તેવો હકારાત્મક અભિગમ આપ્યો હતો અને નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી પાટણ વતી કેમ્પસ સંચાલક ડૉ. જય ધ્રુવેએ સુંદર આયોજન બદલ શાળાના આચાર્ય અને બને વિષય તજજ્ઞ શિક્ષકો અને સુંદર સહયોગ બદલ હિતેશભાઇ રાવલ અને હરેશભાઈ મોદીને અભિનંદન પાઠવેલ.
