Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ચાણસ્માના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ઘાતક હથિયારો સાથે હુમલો, 8 ગાડીઓમાં 20 જેટલા શખ્સો ધારીયા-તલવાર સાથે ત્રાટક્યા
ક્રાઈમ

ચાણસ્માના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ઘાતક હથિયારો સાથે હુમલો, 8 ગાડીઓમાં 20 જેટલા શખ્સો ધારીયા-તલવાર સાથે ત્રાટક્યા

Rajeshkumar Jadav
Last updated: March 18, 2026 6:02 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

ચાણસ્માના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ઘાતક હથિયારો સાથે હુમલો, 8 ગાડીઓમાં 20 જેટલા શખ્સો ધારીયા-તલવાર સાથે ત્રાટક્યા

કેપિટલ મેસેજ, ન્યુઝ

ઝીલિયા ગામે લુખ્ખા તત્વોનો હિચકારો હુમલો, પોલીસ વાન પર પણ પથ્થરમારો; પોલીસ નાસી છૂટી હોવાના CCTV દ્રશ્યો બાદ કાયદો-વ્યવસ્થા પર પ્રશ્નો

112 જનરક્ષક વાનને નુકસાન, પોલીસે એક ગાડી સાથે 3 આરોપીને ડિટેઈન કર્યા; રાયોટિંગ સહિતની કલમો હેઠળ 2 FIR નોંધાઈ- PI,ASI અને HC તથા 5 GRD ફરજ મોફૂંક

More Read

પાટણમાં પોલીસ વાન ઉપર હુમલો કરનારા આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો.
પાટણ: ટુંવડ ખેતરમાં દારૂ ઉતારતાં જ LCBનો દરોડો..
પાટણમાં પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી એલ.સી.બી.ની જાળમાં
રાધનપુરમાં “Mamy Poko Pants” ડીલરશીપના નામે રૂ. 42,456ની ઓનલાઈન ઠગાઈ, પોલીસની ઝડપી કાર્યવાહીથી 100% રકમ રિકવર

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે એક ફાર્મ હાઉસ પર 15 થી 20 જેટલા શખ્સોએ પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. હુમલાખોરોએ ફાર્મ હાઉસના ગેટ અને દીવાલ પર તોડફોડ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવમાં પોલીસે 3 શખ્સોને અને એક ગાડીને ડિટેઈન કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે બે અલગ અલગ FIR નોંધાઈ છે.

ઝીલિયા ગામના રબારીવાસમાં રહેતા અને પાટણ ખાતે પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા રોનકકુમાર દિનુભાઈ દેસાઈએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 15 માર્ચ 2026ની રાત્રે આશરે 11:45 વાગ્યે ફરિયાદી મહેસાણા ખાતે હતા ત્યારે ફાર્મ હાઉસ પર હાજર માણસે ફોન કરીને હુમલાની જાણ કરી હતી. ફોનમાં જણાવાયું હતું કે કેટલાક ઈસમો ગેટ પાસે આવી ભાવેશભાઈને ગાળો આપી ધમકીઓ આપી રહ્યા છે.

More Read

સમી વિસ્તારમાં દેશી બનાવટની બંદુક સાથે એક શખ્સ ઝડપાયો
રાધનપુરમાં સગીરાના અપહરણ કેસનો પર્દાફાશ
પાટણ એલ.સી.બી.ની મોટી કાર્યવાહી : બટાકાની આડ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપી ઝડપાયો
પાટણ કોર્ટમાં ખળભળાટ! ધોળા દિવસે વકીલો પર ધારિયા વડે હુમલો થતા સુરક્ષા સામે ઉઠ્યા ગંભીર સવાલો. વકીલોની સુરક્ષા રામ ભરોસે

આ ઘટનાની જાણ થતાં 112 પોલીસ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે, થોડા સમય બાદ 5 થી 6 ગાડીઓમાં આવેલા 15 થી 20 જેટલા ઈસમો ધારીયા, તલવાર અને લાકડીઓ જેવા હથિયારો સાથે ત્રાટક્યા હતા. તેઓએ ગેટ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી અને જાનથી મારી નાખવાની બૂમો પાડી હતી. પથ્થરમારામાં પોલીસની ગાડીને પણ નુકસાન થયું હતું.

બીજે દિવસે સવારે ફરિયાદીએ ફાર્મ હાઉસ પર જઈ તપાસ કરતાં ગેટ અને દીવાલની ડિઝાઇનમાં તોડફોડ થયેલી જોવા મળી હતી. ગેટ પર લગાવેલ ગંગામાના કાચની ફ્રેમવાળા ફોટોને પણ તોડી નાખવામાં આવ્યો હતો. ફાર્મ હાઉસમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે આશરે 8 ગાડીઓમાં 15 થી 20 જેટલા ઈસમો હથિયારો સાથે આવ્યા હતા.

CCTV ફૂટેજના આધારે મુડેઠા ગામના જીતુભા, વામૈયા ગામના જહુભા અને દલપુજી નામના શખ્સોની ઓળખ થઈ છે. પ્રાથમિક તપાસ મુજબ ભાવેશભાઈ બળદેવભાઈ દેસાઈના નામનો ઉપયોગ કરી જીતુભા મુડેઠાવાળા દ્વારા ખોટી રીતે બદનામ કરવામાં આવતા રાખેલી અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

રાધનપુર ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે અગાઉથી વર્દી મળતા 112 પોલીસ વાન ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ અચાનક કેટલાક ઈસમો ગાડીઓમાં આવી પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ પોલીસ ફોર્સ મંગાવવામાં આવી હતી. કોમ્બિંગ દરમિયાન 3 શખ્સોને અને એક ગાડીને ડિટેઈન કરવામાં આવ્યા છે.

પોલીસે આ મામલે રાયોટિંગ, હથિયારબંધીના જાહેરનામાના ભંગ અને ફરજમાં અવરોધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર બનાવમાં કુલ 3 નામજોગ આરોપી અને 15 થી 20 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે.

More Read

નકલી પોલીસ બની ખેડૂતને લૂંટનાર ટોળકી ઝડપાઈ
જામનગરના ધ્રોલમાં 5 વર્ષીય બાળકીનું અપહરણ, પોલીસે સમયસર બચાવી

આ બનાવ બાદ ચાણસ્મા પોલીસ સ્ટેશનના PI આર.એચ. સોલંકી, ASI હર્ષભાઈ અરજનભાઈ અને હેડ કોન્ટેબલ સંજયકુમાર મોહનલાલને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. ઉપરાંત ફરજ પર રહેલા 5 GRD ને પણ તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઝીલિયા ગામે બનનાર રામાપીર મંદિરના નિર્માણ માટે ફાળો ઉઘરાવવાના મુદ્દે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભાઈ વચ્ચે થયેલી બોલાચાલી અને મનદુઃખના કારણે આ સમગ્ર ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article 17/03/2026 CAPITAL MESSAGE NEWSPAPER
Next Article સુઈગામ-રાધનપુર બસમાં કંડક્ટરની મનમાની
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સહયોગથી સમાજ શિક્ષણ શિબીર યોજાઈ

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video